Navneet Baldhiya Case: શું જયરાજ આહીરને મળશે રાહત? આ તારીખે કોર્ટ સંભળાવશે ફેંસલો
- ભાવનગર (Bhavnagar) નવનીત બાલધીયા (Navneet Baldhiya) માર મારવાનો કેસ
- નવનીત બાલધીયા કેસમાં 6 તારીખે સુનાવણી
- મહુવા સેશન કોર્ટમાં 6 ફેબ્રુઆરીએ સુનાવણી થશે
- જયરાજ આહીર (Jayaraj Ahir) સહિત અન્ય 4 આરોપીઓની જામીન અરજી કરી હતી
- નાજુ કામલિયા, કાનુ કામલિયા, સંજય ચાવડા, દિનેશ સોલંકીની સુનાવણી થશે
Navneet Baldhiya Case: ભાવનગર (Bhavnagar) ના ચકચારી નવનીત બાલધિયા (Navneet Baldhiya) હુમલા કેસમાં એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ કેસના મુખ્ય આરોપી અને લોકસાહિત્યકાર માયાભાઈ આહીર (Maya Bhai Ahir) ના પુત્ર જયરાજ આહીર (Jayaraj Ahir) સહિત અન્ય ચાર આરોપીઓની જામીન અરજી પર આગામી 6 ફેબ્રુઆરીના રોજ મહુવા સેશન કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
SIT દ્વારા થઈ હતી જયરાજની ધરપકડ
બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલા બાદ રાજ્ય સરકારે આ કેસની તપાસ માટે SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ની રચના કરી હતી. SIT એ સઘન તપાસ અને ટેકનિકલ પુરાવાઓના આધારે જયરાજ આહીરની આ કેસમાં સંડોવણી શોધી કાઢી હતી. જે બાદ 24 જાન્યુઆરીના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી અને 25 જાન્યુઆરીથી તે ભાવનગર જેલના સળિયા પાછળ છે.
6 ફેબ્રુઆરીએ આ આરોપીઓની જામીન અરજી પર સુનાવણી
મહુવા સેશન કોર્ટમાં જે આરોપીઓની જામીન અરજી પર સુનાવણી થવાની છે તેમાં નીચે મુજબના નામ સામેલ છે:
જયરાજ આહીર (મુખ્ય આરોપી)
નાજુ કામલિયા
કાનુ કામલિયા
સંજય ચાવડા
દિનેશ ઉર્ફે દાદુ સોલંકી
8 આરોપીઓ થઈ ચૂક્યા છે જેલમુક્ત
નોંધનીય છે કે, આ કેસમાં અગાઉ અન્ય 8 આરોપીઓની જામીન અરજી કોર્ટે મંજૂર કરી હતી, જે બાદ તેઓને જેલમુક્ત કરવામાં આવ્યા હતા. જોકે, મુખ્ય સૂત્રધાર ગણાતા જયરાજ આહીરના જામીન અગાઉ ફગાવી દેવામાં આવ્યા હતા, અને હવે ફરી એકવાર 6 તારીખે તેની કાયદાકીય લડત પર સૌની નજર રહેશે.
શું હતો સમગ્ર વિવાદ?
બગદાણા આશ્રમના 'મેનેજિંગ ટ્રસ્ટી' પદને લઈને થયેલા વિવાદ અને માયાભાઈ આહીરના માફીના વીડિયો બાદ 29 ડિસેમ્બરના રોજ નવનીત બાલધિયા પર પાઈપ અને ધોકા વડે હુમલો થયો હતો. નવનીત બાલધિયાએ આક્ષેપ કર્યો હતો કે આ હુમલો જયરાજ આહીરના ઈશારે કરવામાં આવ્યો હતો.હવે આગામી શુક્રવારે (6 ફેબ્રુઆરીએ) કોર્ટ આ આરોપીઓને રાહત આપે છે કે જેલવાસ યથાવત રાખે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો: Studio on Wheels : પૂર્વ કચ્છના બાહોશ પોલીસ અધિકારી SP સાગર બાગમાર સાથે અદ્ભુત સંવાદ


