Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Navnit Baldhiya એ પરસોત્તમભાઈ સોલંકી સાથે કરી મુલાકાત, જાણો મીટિંગમાં શું થયું?

બગદાણામાં થયેલી મારામારીની ઘટના બાદ એક તસવીરે રાજકીય ગરમાવો અને સામાજિક લાગણી બંને જગાવી છે. પીડિત નવનીત બાલધિયા અચાનક ઉનાના દેલવાડા કેમ પહોંચ્યા? મંત્રી પરસોત્તમ સોલંકી સાથે બંધ બારણે શું વાત થઈ? સરકાર સુધી અવાજ પહોંચાડવામાં કોનો હાથ હતો? આ મુલાકાત માત્ર આભારવિધિ હતી કે બીજું કંઈ? વાંચો પડદા પાછળની આખી કહાની.
navnit baldhiya એ પરસોત્તમભાઈ સોલંકી સાથે કરી મુલાકાત  જાણો મીટિંગમાં શું થયું
Advertisement
  • બગદાણા કેસના પીડિતે પરોસોત્તમ ભાઈ સોલંકીની મુલાકાત લીધી (Parshottam Solanki Navnit Baldhiya Meeting)
  • ઉનાના દેલવાડા ખાતે બંને વચ્ચે યોજાઈ મહત્વની બેઠક
  • મંત્રીની ઉચ્ચ રજૂઆતોને કારણે ન્યાય મળ્યાનો સ્વીકાર
  • નવનીત બાલધિયાએ પરોસોત્તમ ભાઈભાઈના આશીર્વાદ લીધા
  • મંત્રીએ સરકારમાં રજૂઆત કરી તપાસ ઝડપી બનાવી હતી

Parshottam Solanki Navnit Baldhiya Meeting : ભાવનગર જિલ્લાના બગદાણા [Bagdana] ખાતે ચકચાર જગાવનાર નવનીત બાલધિયા મારામારી કેસ [Navnit Baldhiya Assault Case] માં એક મહત્વની મુલાકાત સામે આવી છે. આ કેસમાં ભોગ બનનાર નવનીતભાઈ બાલધિયાએ રાજ્યના મંત્રી અને કોળી સમાજના પીઢ નેતા પરોસોત્તમ ભાઈ સોલંકી [Minister Parshottam Solanki] સાથે રૂબરૂ મુલાકાત કરી છે. ઉનાના દેલવાડા [Una Delvada] ખાતે યોજાયેલી આ બેઠક માત્ર ઔપચારિક ન રહેતા લાગણીસભર બની હતી, જ્યાં નવનીતભાઈએ મંત્રીના ચરણસ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

Advertisement

Parshottam Solanki Navnit Baldhiya Meeting  : ઉનાના દેલવાડામાં મહત્વની મુલાકાત

બગદાણામાં બનેલી ઘટના બાદ સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. આ દરમિયાન ઉના તાલુકાના દેલવાડા ખાતે નવનીત બાલધિયાએ મંત્રી પરોસોત્તમ ભાઈ સોલંકી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન નવનીતભાઈએ મુશ્કેલ સમયમાં સાથ આપવા બદલ મંત્રીનો વિશેષ આભાર માન્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, પરોસોત્તમ ભાઈ સોલંકીએ નવનીતભાઈને હૂંફ આપી હતી અને ભવિષ્યમાં પણ કોઈપણ મુશ્કેલીમાં સાથે રહેવાની ખાતરી આપી હતી.

Advertisement

પરોસોત્તમ ભાઈ સોલંકીની રજૂઆતથી તપાસમાં વેગ આવ્યો

આ કેસમાં નવનીત બાલધિયાને ઝડપી ન્યાય [Justice] અપાવવામાં પરોસોત્તમ ભાઈ સોલંકીનો ફાળો ખૂબ જ મોટો રહ્યો છે. ઘટના બન્યા બાદ જ્યારે ન્યાયિક પ્રક્રિયા ધીમી હોવાની ફરિયાદો ઉઠી હતી, ત્યારે પરોસોત્તમભાઈ સોલંકીએ સીધી સરકાર [Government] ના ઉચ્ચ સ્તરે રજૂઆતો કરી હતી. તેમની દરમિયાનગીરી અને સતત મોનિટરિંગના કારણે પોલીસ અને વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. નવનીતભાઈએ જણાવ્યું હતું કે, "પરોસોત્તમ ભાઈએ મારી વેદના સમજીને સરકારમાં જે ઉચ્ચ રજૂઆતો અને બેઠકો [High-level Meetings] કરી, તેના પરિણામે જ મને ઝડપથી ન્યાય મળવાની આશા જાગી અને કાર્યવાહી વેગવંતી બની."

સમાજ અને સરકાર વચ્ચે સેતુ બન્યા મંત્રી

પરોસોત્તમ ભાઈ સોલંકી હંમેશા પોતાના સમાજ અને સામાન્ય લોકોના પ્રશ્નો માટે જાણીતા છે. બગદાણા પ્રકરણમાં પણ તેમણે સાબિત કરી દીધું કે તેઓ માત્ર મંત્રી જ નહીં પણ એક લોકનેતા છે. પીડિત પરિવારને ન્યાય મળે તે માટે તેમણે ગાંધીનગર [Gandhinagar] સુધી અવાજ પહોંચાડ્યો હતો. આ મુલાકાત બાદ બગદાણા અને મહુવા પંથકમાં પરોસોત્તમભાઈની કામગીરીની ભારે સરાહના થઈ રહી છે.

આ પણ વાંચો : Jayraj Ahir : જયરાજ આહીરની મુશ્કેલીઓમાં વધારો! મહુવા કોર્ટથી મોટો ફટકો

Tags :
Advertisement

.

×