Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Palitana: હીરાના કારખાનાની બોલાચાલી લોહિયાળ બની, યુવક પર છરીના ઘા!

Diamond Factory Attack: ભાવનગરના (Bhavnagar) પાલીતાણામાં (Palitana) હીરાના કારખાનામાં કામ કરતા પારસ પ્રકાશભાઈ સોલંકી (Paras Prakashbhai Solanki) પર સાથી કર્મચારીએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હીરા ઘસવાની બાબતે થયેલી બોલાચાલી બાદ સમાધાન માટે નીચે બોલાવી જાહેર રસ્તા પર આ હુમલો કરાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને હોસ્પિટલ ખસેડાયો છે અને પોલીસે તપાસ હાથ ધરી છે.
palitana  હીરાના કારખાનાની બોલાચાલી લોહિયાળ બની  યુવક પર છરીના ઘા
Advertisement

Palitana ના પોપડા વિસ્તારમાં બની મારામારીની ઘટના 
પારસ સોલંકી નામના યુવક પર તીક્ષણ હથિયાર વડે હુમલો કરાયો
હીરા ઘસવા બાબતે બે યુવકો વચ્ચે કારખાનામાં થઈ હતી બોલાચાલી 
જાહેર રસ્તા પર બોલાવી યુવકને તીક્ષણ હથિયારના ઘા ઝીંકાયા
યુવકને ગંભીર ઇજા સત્તા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો 
સમગ્ર મામલાની જાણ થતા પોલીસને કાફલો હોસ્પિટલ ખાતે દોડી ગયો 
સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી 

Palitana Crime News: ભાવનગર (Bhavnagar) જિલ્લાના પાલીતાણા (Palitana) શહેરમાંથી એક ચકચારી ઘટના સામે આવી છે. શહેરના પોપડા (Popada) વિસ્તારમાં હીરા ઘસવા જેવી સામાન્ય બાબતે બે યુવકો વચ્ચે થયેલી બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં એક યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

Advertisement

કારખાનામાં શરૂ થયેલો વિવાદ લોહીલુહાણ બન્યો

મળતી માહિતી મુજબ, પાલીતાણાના પોપડા વિસ્તારમાં આવેલા તુલસીભાઈ ઢેઢી (Tulsibhai Dhedhi) નામના હીરાના કારખાનામાં પારસ પ્રકાશભાઈ સોલંકી (Paras Prakashbhai Solanki) નામનો યુવક કામ કરે છે. તેની સાથે જ કામ કરતા અન્ય એક યુવક સાથે હીરા ઘસવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ સામાન્ય ઝઘડો આટલી હદે વણસશે તેનો ખ્યાલ કોઈને નહોતો.

Advertisement

સમાધાનના બહાને બોલાવી ઘાતકી હુમલો

કારખાનામાં થયેલી બોલાચાલી બાદ, સામા પક્ષના યુવકે પારસને વાતચીત કરવા અને મામલો થાળે પાડવા (સમાધાન કરવા) માટે કારખાનાની નીચે જાહેર રસ્તા પર બોલાવ્યો હતો. પારસ જ્યારે નીચે પહોંચ્યો ત્યારે ઉશ્કેરાયેલા શખ્સે અચાનક તીક્ષ્ણ હથિયાર કાઢી તેના પર હુમલો કરી દીધો હતો. જાહેર રસ્તા પર જ પારસને હથિયારના આડેધડ ઘા ઝીંકી દેવામાં આવતા તે લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો.

હુમલાખોરને પકડવા માટે ચક્રો ગતિમાન

હુમલા બાદ હુમલાખોર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આસપાસના લોકોએ તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં પારસને સરકારી હોસ્પિટલ (Government Hospital) ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો. યુવકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ (Police) કાફલો હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ભોગ બનનારના પરિવારની પૂછપરછ હાથ ધરી છે અને હુમલાખોરને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Kutch: નખત્રાણાના ધાવડા-દેવપર હાઈવે રક્તરંજિત, ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત

Tags :
Advertisement

.

×