પાલીતાણા Congress માં મોટું ગાબડું, અંતિમ ઘડીએ આ દિગ્ગજ નેતા સહિત આખી પેનલ BJP માં
- ભાવનગરના પાલીતાણામાં Congress માં મોટાપાયે ભંગાણ
- વોર્ડ નં-1, 2 અને 3 લગભગ બિનહરીફ થવાનું નક્કી
- ફોર્મ ભરવાના અંતિમ કલાકોમાં જ ભાજપે કરી દીધો ખેલ
Bhavnagar: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Elections) પહેલા ભાજપે મોટો ખેલ પાડ્યો છે. ભાવનગરના પાલીતાણામાં ફોર્મ ભરવાના અંતિમ કલાકોમાં જ ભાજપે રચેલી વ્યૂહરચના સામે કોંગ્રેસ (Congress) લાચાર જોવા મળી હતી. પાલીતાણા કોંગ્રેસના શહેર પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયા સહિતના દિગ્ગજ નેતાઓએ કેસરીયો ધારણ કરતા સમગ્ર પંથકના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ સરવૈયાનો માસ્ટર સ્ટ્રોક
આ સમગ્ર ઉલટફેર પાછળ પાલીતાણાના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ સરવૈયા (Mahendrasinh Sarvaiya) નો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે. ફોર્મ ભરવાની છેલ્લી ઘડીએ જે રીતે પત્તા ખેલવામાં આવ્યા, તેનાથી કોંગ્રેસના પાયા હચમચી ગયા છે. ખાસ કરીને વોર્ડ નંબર 1, 2 અને 3 માં કોંગ્રેસના મજબૂત ગણાતા ઉમેદવારોએ છેડો ફાડી નાખતા હવે આ બેઠકો લગભગ બિનહરીફ (Unopposed) થવા તરફ જઈ રહી છે.
આખી પેનલના સભ્યો ભાજપમાં જોડાઈ ગયા
પાલીતાણા શહેર કોંગ્રેસ પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયાએ પોતાના હોદ્દા અને પક્ષમાંથી રાજીનામું (Resignation) આપી દીધું છે. તેમની સાથે વિપક્ષના નેતા અને આખી પેનલના સભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થવાના ગણતરીના કલાકો બાકી હતા ત્યારે જ ભાજપના નેતાઓએ આ 'ખેલ' પાડી દીધો હતો. જેના કારણે કોંગ્રેસ પાસે હવે નવા ઉમેદવારો (Candidates) ઉભા રાખવાનો કે ડેમેજ કંટ્રોલ કરવાનો કોઈ સમય બચ્યો નથી.
કોંગ્રેસ માટે હવે કપરા ચઢાણ!
રાજકીય વિશ્લેષકોનું (Political Analysts) માનવું છે કે પાલીતાણા નગરપાલિકામાં આ ભંગાણથી કોંગ્રેસનો ગઢ તૂટ્યો છે. વર્ષોથી સંગઠન સાથે જોડાયેલા હોદ્દેદારો જ્યારે સામૂહિક રીતે પક્ષ પલટો કરે છે, ત્યારે મતદારો (Voters) પર પણ તેની વિપરીત અસર પડતી હોય છે. ભાજપના નેતાઓએ આ વિજયી પ્રવેશને વિકાસની રાજનીતિ ગણાવી છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસ માટે આ અસ્તિત્વની લડાઈ સમાન બની ગયું છે. છેલ્લી ઘડીએ કોંગ્રેસનો હાથ છોડી કમળ પર સવાર થયેલા આ નેતાઓને કારણે ભાજપનો પક્ષ વધુ મજબૂત બન્યો છે અને ચૂંટણી પહેલા જ જીતનો પાયો નખાઈ ગયો છે.
આ પણ વાંચોઃ જાણિતી ગાયિકા Neha Suthar ને ભાજપે આપી ટિકિટ, વિજાપુરની આ બેઠક પરથી લડશે ચૂંટણી


