Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Parshottam Solanki ની ગર્જના: સાવજ હજી જીવે છે, સારા-સારાને ખાઈ જશે!

Koli Community Leader: રાણપુર (Ranpur) ના ઉમરાળા (Umrala) ખાતે સમૂહ લગ્નમાં મંત્રી પુરૂષોત્તમ સોલંકીએ વિરોધીઓને ચેતવણી આપતા જણાવ્યું કે તેમનો 'સાવજ' હજી જીવે છે. તેમણે બહેન-દીકરીઓની સુરક્ષા અને કોળી સમાજ (Koli Community) ના ઉત્થાન માટે કટિબદ્ધતા દર્શાવી હતી. સાથે જ તેમણે જણાવ્યું કે પદની લાલસા હોત તો તેઓ આજે મુખ્યમંત્રી (CM) પદ પર હોત.
parshottam solanki ની ગર્જના  સાવજ હજી જીવે છે  સારા સારાને ખાઈ જશે
Advertisement
  • રાણપુરના ઉમરાળા ગામે મંત્રી Parshottam Solanki નો હુંકાર
  • તમારો સાવજ હજી જીવે છે, સારા-સારાને ખાઈ જશે: પુરૂષોત્તમભાઈ
  • બહેન-દીકરીઓની આડે આવનારને હું છોડીશ નહીં: પુરૂષોત્તમભાઈ
  • ઘણા લોકો મને કહે છે કે તમે બહુ રાજકારણ કરો છો: પુરૂષોત્તમભાઈ
  • જો રાજકારણ કરવું હોત તો હું આજે CM હોત: પુરૂષોત્તમભાઈ
  • "ભાઈ-બાપા કરતા આવડતું નથી, ફાવે તો રાખો નહિતર સીતારામ!"

Parshottam Solanki: બોટાદ (Botad) જિલ્લાના રાણપુર (Ranpur) તાલુકાના ઉમરાળા (Umrala) ગામે આયોજિત સમૂહ લગ્ન (Mass Marriage) કાર્યક્રમમાં રાજ્યના મંત્રી પુરૂષોત્તમભાઈ સોલંકી (Parshottam Solanki) એ હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે પોતાના આગવા અંદાજમાં જંગી મેદનીને સંબોધતા વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સમાજની સુરક્ષા અને પોતાની રાજકીય સફર અંગે અનેક મહત્વના નિવેદનો આપ્યા હતા, જેનાથી ઉપસ્થિત જનમેદનીમાં ભારે જોશ જોવા મળ્યો હતો.

"સાવજ હજી જીવે છે" – વિરોધીઓને ખુલ્લી ચેતવણી

પુરૂષોત્તમભાઈ સોલંકીએ મંચ પરથી ગર્જના કરતા જણાવ્યું હતું કે, 'તમારો આ સાવજ (Lion) હજી જીવે છે, અને તે સારા-સારાને ખાઈ જશે.' તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો કોઈ પણ વ્યક્તિ બહેન-દીકરીઓની મર્યાદા કે સુરક્ષાની આડે આવશે, તો તેને તેઓ કોઈપણ સંજોગોમાં છોડશે નહીં. કોળી સમાજ (Koli Community) ના રક્ષક તરીકેની પોતાની છબીને વધુ મજબૂત કરતા તેમણે કહ્યું કે, તેઓ જીવશે ત્યાં સુધી સમાજના રખોપા કરતા રહેશે.

Advertisement

Advertisement

Parshottam Solanki નું રાજકારણ અને સત્તા અંગે મોટું નિવેદન

ઘણીવાર ટીકાકારો દ્વારા તેમના પર વધુ પડતું રાજકારણ (Politics) કરવાનો આરોપ લગાવવામાં આવતો હોય છે. તેનો જવાબ આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, "ઘણા લોકો મને કહે છે કે હું બહુ રાજકારણ કરું છું, પણ જો મારે ખરેખર રાજકારણ જ કરવું હોત તો હું આજે મુખ્યમંત્રી (Chief Minister) હોત." આ નિવેદન દ્વારા તેમણે સંકેત આપ્યો હતો કે તેઓ પદના લાલચુ નથી પરંતુ સમાજ સેવા તેમના માટે સર્વોપરી છે.

આગેવાનોની હાજરી અને કડક તેવર

આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા (Kunvarji Bavaliya) સહિતના અન્ય અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. પોતાની સાદગી અને સ્પષ્ટવક્તા તરીકેની છાપ ધરાવતા સોલંકીએ અંતમાં ઉમેર્યું કે, 'મને કોઈની સામે ભાઈ-બાપા કરતા આવડતું નથી. જો તમને મારો સ્વભાવ ફાવે તો રાખો, નહિતર સીતારામ!' તેમના આ કડક તેવરે સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે.

આ પણ વાંચો: Parshottambhai Solanki ના 'ધોકા' વાળા નિવેદનથી આહીર સમાજ રોષે, મહેન્દ્રભાઈ કચોટે શું કહ્યું?

Tags :
Advertisement

.

×