ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM Modi Bhavnagar Visit: 20 સપ્ટેમ્બરે વડાપ્રધાન ભાવનગરની મુલાકાતે, વિકાસલક્ષી કાર્યોના કરશે લોકાર્પણ, ખાતમુહૂર્ત

PM Modi Bhavnagar Visit: શિપિંગ મેરિટાઈમ સંબંધિત પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત 1.50 લાખ કરોડના પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે સાગરમાલા પ્રોજેક્ટ માટે PM મોદી 75 કરોડ રૂપિયા ફાળવશે PM Modi Bhavnagar Visit: PM Modi 20 સપ્ટેમ્બરે ભાવનગરની મુલાકાતે આવશે....
02:54 PM Sep 16, 2025 IST | SANJAY
PM Modi Bhavnagar Visit: શિપિંગ મેરિટાઈમ સંબંધિત પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત 1.50 લાખ કરોડના પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે સાગરમાલા પ્રોજેક્ટ માટે PM મોદી 75 કરોડ રૂપિયા ફાળવશે PM Modi Bhavnagar Visit: PM Modi 20 સપ્ટેમ્બરે ભાવનગરની મુલાકાતે આવશે....
PM Modi Bhavnagar Visit, Prime Minister, Bhavnagar, PM Modi, Gujarat Gujarat, Gujarat News, Gujarati Top News, Top Gujarati News, Gujarati News, Gujarat First

PM Modi Bhavnagar Visit: PM Modi 20 સપ્ટેમ્બરે ભાવનગરની મુલાકાતે આવશે. જેમાં અનેક વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત કરશે. તેમાં શિપિંગ મેરિટાઈમ સંબંધિત પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. 1.50 લાખ કરોડના પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં સાગરમાલા પ્રોજેક્ટ માટે PM મોદી 75 કરોડ રૂપિયા ફાળવશે તથા અલંગના વિકાસ મોડેલને વડાપ્રધાન મોદી રજૂ કરશે.

PM મોદી 39,867 કરોડના શિપ બિલ્ડીંગ MOU કરશે

ઉલ્લેખનીય છે કે એકેડમિક બ્લોક, શિક્ષણ ભવન, MCHના કામોની ઘોષણા થશે. તથા PM મોદી 39,867 કરોડના શિપ બિલ્ડીંગ MOU કરશે. તથા રાજ્યમાં 27,138 કરોડના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરના રોજ ગુજરાત પ્રવાસે (PM Modi in Gujarat) આવી રહ્યા છે.

જવાહર મેદાન ખાતે જાહેર સભાને સંબોધિત કરશે

દરમિયાન, વડાપ્રધાન ભાવનગરની મુલાકાત લેશે. આથી, પીએમ મોદીનાં પ્રવાસને લઈ જિલ્લા કલેક્ટર મનીષકુમાર બંસલની અધિક્ષતામાં મહત્ત્વની બેઠક મળી હતી. માહિતી અનુસાર, 20 સપ્ટેમ્બરનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરમાં (Bhavnagar) 100 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. સાથે જ જવાહર મેદાન ખાતે જાહેર સભાને સંબોધિત કરશે.

જિલ્લા કક્ષાની 27 જેટલી વિવિધ સમિતિઓની રચના કરાઈ

ઉપરાંત, ગુજરાત મેરિટેમ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રનાં સંયુક્ત ઉપક્રમે પોર્ટ અને શિપિંગને લગતી પોલિસી અંગે MOU પણ થશે. માહિતી અનુસાર, ભાવનગર જિલ્લા કક્ષાની 27 જેટલી વિવિધ સમિતિઓની રચના પણ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં કાર્યક્રમને લઈ તૈયારીઓ અંગે ચર્ચા કરવા માટે મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેક્ટરનાં અધિક્ષતામાં મહત્ત્વની બેઠક યોજાઈ હતી, જેમાં વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: Surat: માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો, દોઢ વર્ષના બાળકનું મોત

Tags :
BhavnagarGujarat FirstGujarat GujaratGujarat NewsGujarati NewsGujarati Top Newspm modiPM Modi Bhavnagar VisitPrime MinisterTop Gujarati News
Next Article