Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

PM Modi in Bhavnagar : લોથલ પહોંચ્યા પીએમ મોદી, મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સનું નિરીક્ષણ કર્યું

pm modi in bhavnagar   લોથલ પહોંચ્યા પીએમ મોદી  મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સનું નિરીક્ષણ કર્યું
Advertisement

PM Modi in Bhavnagar : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવ્યા છે. દરમિયાન, પીએમ મોદી (PM Narendra Modi) ભાવનગરની મુલાકાતે છે. પીએમ મોદીના પ્રવાસને લઈ ભાવનગર તંત્ર અને પોલીસ (Bhavnagar Police) દ્વારા તમામ તૈયારીઓ અને સુરક્ષા-વ્યવસ્થાનાં ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યા છે.  પીએમ મોદીનું સવારે 10:45 વાગ્યે ભાવનગર એરપોર્ટ પર આગમન થયું. ત્યાર બાદ મહિલા કોલેજ સર્કલથી સભા સ્થળ જવાહર મેદાન સુધી ભવ્ય રોડ શો (PM Modi Road Show) યોજાઈ રહ્યો છે. પીએમ મોદીનું સ્વાગત કરવા ભાવનગરવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પીએમ મોદીને આવકારવા માટે વહેલી સવારથી લોકો રોડ શોનાં રૂટ અને સભા સ્થળે પહોંચ્યા છે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી સાગરમાલા પ્રોજેક્ટ, CNG ટર્મિનલ સહિતનાં કરોડોનાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. પીએમ મોદીની સુરક્ષાને લઈ રોડ શો દરમિયાન 1 એસપી, 4 ડીવાયએસપી, 200 થી વધુ પીઆઈ અને 4 હજાર કરતા પણ વધારે પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં ખડેપગે છે.  રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel), કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ (CR Patil) અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) પણ પીએમ મોદીનાં કાર્યક્રમમાં હાજર છે.

This Live Blog has Ended
Advertisement

.

×