ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM Modi in Bhavnagar : લોથલ પહોંચ્યા પીએમ મોદી, મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સનું નિરીક્ષણ કર્યું

10:42 AM Sep 20, 2025 IST | Vipul Sen
PMMODi_gujarat_first 2

PM Modi in Bhavnagar : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવ્યા છે. દરમિયાન, પીએમ મોદી (PM Narendra Modi) ભાવનગરની મુલાકાતે છે. પીએમ મોદીના પ્રવાસને લઈ ભાવનગર તંત્ર અને પોલીસ (Bhavnagar Police) દ્વારા તમામ તૈયારીઓ અને સુરક્ષા-વ્યવસ્થાનાં ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યા છે.  પીએમ મોદીનું સવારે 10:45 વાગ્યે ભાવનગર એરપોર્ટ પર આગમન થયું. ત્યાર બાદ મહિલા કોલેજ સર્કલથી સભા સ્થળ જવાહર મેદાન સુધી ભવ્ય રોડ શો (PM Modi Road Show) યોજાઈ રહ્યો છે. પીએમ મોદીનું સ્વાગત કરવા ભાવનગરવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પીએમ મોદીને આવકારવા માટે વહેલી સવારથી લોકો રોડ શોનાં રૂટ અને સભા સ્થળે પહોંચ્યા છે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી સાગરમાલા પ્રોજેક્ટ, CNG ટર્મિનલ સહિતનાં કરોડોનાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. પીએમ મોદીની સુરક્ષાને લઈ રોડ શો દરમિયાન 1 એસપી, 4 ડીવાયએસપી, 200 થી વધુ પીઆઈ અને 4 હજાર કરતા પણ વધારે પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં ખડેપગે છે.  રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel), કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ (CR Patil) અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) પણ પીએમ મોદીનાં કાર્યક્રમમાં હાજર છે.

વડાપ્રધાન મોદી લોથલની મુલાકાતે, મેરીટાઇમ હેરીટેજ કોમ્પ્લેક્સનું નિરીક્ષણ કર્યું

September 20, 2025 4:27 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોથલની મુલાકાતે પહોંચ્યા છે. અહીં, તેમણે હેલીકોપ્ટરથી મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સનું નિરીક્ષણ કર્યું. રૂ. 4500 કરોડનાં ખર્ચે આ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ તૈયાર થશે. પીએ મોદી નિરીક્ષણ બાદ સમગ્ર પ્રોજેક્ટની સમીક્ષા બેઠક કરશે અને અધિકારીઓ સાથે ચર્ચા કરશે એવી પણ માહિતી છે. લોથલ ખાતે વિવિધ કામોની માહિતી મેળવશે.

GST દરમાં ઘટાડો થવાને કારણે, બજારોમાં વધુ રોનક જોવા મળશે : PM મોદી

September 20, 2025 1:01 pm

ભાવનગરમાં એક જાહેર સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, "હું એવા સમયે ભાવનગર આવ્યો છું જ્યારે નવરાત્રિનો પવિત્ર તહેવાર શરૂ થવાનો છે. આ વખતે, GST દરમાં ઘટાડો થવાને કારણે, બજારોમાં વધુ રોનક જોવા મળશે... હિન્દીમાં બોલવા બદલ હું માફી માંગુ છું, કારણ કે દેશભરના લાખો લોકો આ કાર્યક્રમ સાથે જોડાયેલા છે, એટલે મારે હિન્દી બોલવાની જરૂર છે..."

લોથલમાં એક શાનદાર મેરિટાઇન મ્યુઝિયમ બનશે : PM મોદી

September 20, 2025 12:48 pm

પીએમ મોદીએ કહ્યું કે, 21મી સદીનું ભારત સમુદ્રને અવસરનાં રૂપમાં જુએ છે. આપણી પાસે કૌશલ્યની કોઈ કમી નથી. મોટા જહાજોને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના રૂપમાં માન્યતા આપી છે. આ નિર્ણયથી શિપ મેકિંગ કંપનીઓને ફાયદો થશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને મળતા લાભ શિપ મેકિંગ કંપનીને મળશે. શિપ બિલ્ડિંગ ઇન્ડસ્ટ્રીઝને ઉદ્યોગોની જનની કહેવાય છે. લોથલમાં એક શાનદાર મેરિટાઇન મ્યુઝિયમ બનશે. મેરિટાઇન મ્યુઝિયમ એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ પ્રખ્યાત થશે. પીએમ મોદીએ કહ્યું કે, દેશમાં ક્રુઝ ટુરિઝમને પ્રમોટ કરવામાં આવી રહ્યું છે.

પીએમ મોદીનાં પ્રહાર, કહ્યું- કોંગ્રેસ સરકારોની નીતિઓએ નવયુવાનોનું નુકસાન કર્યું

September 20, 2025 12:37 pm

પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ સરકારોની નીતિઓએ નવયુવાનોનું નુકસાન કર્યું છે. ગ્લોબલાઇઝેશનનાં દોરમાં કોંગ્રેસે ઇમ્પોર્ટનો જ રસ્તો પકડ્યો હતો. કોંગ્રેસની સરકારોનાં સમયમાં શિપ મેકિંગ ઉદ્યોગ પડી ભાંગ્યો હતો. હવે આત્મનિર્ભર સિવાય ભારત પાસે કોઈ વિકલ્પ નથી. ચીપ હોય કે શિપ, આપણે ભારતમાં જ બનાવવા પડશે. ભારત વર્ષોથી મોટા મોટા જહાજ બનાવવામાં નિપુણ છે. અમારી સરકારે મેરિટાઇન સેક્ટરમાં અનેક કાયદાઓને નવો અવતાર આપ્યો છે.

દુનિયામાં આપણું કોઈ મોટું દુશ્મન નથી, વિદેશી દેશો પર નિર્ભરતા જ સૌથી મોટું દુશ્મન : PM મોદી

September 20, 2025 12:26 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત પર ભાર આપતા કહ્યું કે, આપણે સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવું જોઈએ. વિદેશી નિર્ભરતા વધુ તેટલી દેશની વિફલતા વધુ. દુનિયામાં આપણું કોઈ મોટું દુશ્મન નથી. વિદેશી દેશો પર નિર્ભરતા જ આપણું સૌથી મોટું દુશ્મન છે. 140 કરોડ દેશવાસીઓનાં ભવિષ્યને બીજા પર ન છોડી શકીએ. 100 દુ:ખોની એક જ દવા છે અને એ છે આત્મનિર્ભર ભારત... આત્મનિર્ભર ભારત સિવાય ભારત પાસે કોઈ વિકલ્પ નથી.

રક્તદાન શિબિરમાં ગુજરાતમાં 1 લાખ લોકોએ બ્લડ ડોનેટ કર્યું : PM મોદી

September 20, 2025 12:18 pm

પીએમ મોદીએ કહ્યું કે, 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયું ઊજવાઈ રહ્યું છે. રાજ્યમાં 30 થી વધુ જગ્યાએ સ્વાસ્થ્ય કેમ્પ યોજાઈ રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસમાં અનેક કાર્યક્રમો થયા. રક્તદાન શિબિરમાં ગુજરાતમાં 1 લાખ લોકોએ બ્લડ ડોનેટ કર્યું.

\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\'હવે કરંટ આયો...\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\' : PM મોદી

September 20, 2025 12:18 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગરવાસીઓને સંબોધિત કર્યા. પોતાનાં સંબોધનની શરૂઆતમાં પીએમ મોદીએ કહ્યું કે, 'આજે ભાવનગરે તો વટ પાડી દીધો.' જે બાદ જનમેદનીએ તાળીઓનો ગડગડાટ કરી દેતા પીએમ મોદીએ કહ્યું કે, 'હવે કરંટ આયો..!' પીએમ મોદીએ કહ્યું કે, ભાવનગરમાં માનવ સમુદ્ર ઊમટી પડ્યો છે. કાર્યક્રમ ભાવનગરમાં છે પરંતુ, સમગ્ર દેશનો આ કાર્યક્રમ છે.

પીએમ મોદીએ 34,200 કરોડથી વધુના વિકારકાર્યોની ભેટ આપી

September 20, 2025 12:04 pm

પ્રધાનમંત્રી મોદીએ 'સમુદ્ર સે સમૃદ્ધિ' સહિત 34,200 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું.

આ દિવાળીએ સ્વદેશી વસ્તુઓ ખરીદી પ્રોત્સાહન આપીશું : CM ભૂપેન્દ્ર પટેલ

September 20, 2025 12:00 pm

રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાનાં સંબોધનમાં કહ્યું કે, હવે નવરાત્રિનો પવિત્ર પર્વ અને ત્યાર બાદ દિવાળીનો તહેવાર આવશે. મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરતા કહ્યું કે, આ દિવાળીએ આપણે સ્વદેશી વસ્તુઓની ખરીદી કરીને સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપીશું એવો મને વિશ્વાસ છે. આ સાથે તેમણે સમુદ્ર સે સમૃદ્ધિનાં નવા અધ્યાયનો પ્રારંભ કરવા માટે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.

સભા સ્થળ પહોંચ્યા પીએમ મોદી, વિશાળ જનમેદની, મોદી-મોદીનાં નારા લાગ્યા

September 20, 2025 11:43 am

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભા સ્થળ જવાહર મેદાન પહોંચ્યા છે. અહીં જિલ્લા પ્રમુખ અને નેતાઓ દ્વારા પીએમ મોદીને પાઘડી પહેરાવીને ભવ્ય સ્વાગત કરાયું. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel), કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ (CR Patil) અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) સહિત અન્ય નેતાઓ અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા છે.

સમુદ્રથી સમૃદ્ધિ કાર્યક્રમમાં પીએમ મોદી પહોંચ્યા

September 20, 2025 11:23 am

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમુદ્રથી સમૃદ્ધિ કાર્યક્રમમાં પહોંચ્યા છે. અહીં, પીએમ મોદી પ્રોજેક્ટને લઈ તમામ માહિતીઓ મેળવી રહ્યા છે. પીએમ મોદીએ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું. બંદરોનાં વિકાસને લઈ વિવિધ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું. પીએમ મોદી 34,200 કરોડની પરિયોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. થોડીવારમાં પીએમ મોદી જવાહર મેદાન ખાતે પહોંચશે અને સભા સંબોધિત કરશે.

PM Modi ની ગુજરાત મુલાકાત પહેલા CM ભૂપેન્દ્ર પટેલની ખાસ પોસ્ટ

September 20, 2025 10:42 am

પીએમ મોદીનાં આગમન પહેલા રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) સોશિયલ મીડિયા પોસ્ટ થકી વડાપ્રધાનને આવકારતું ગીત શેર કર્યું છે. 'ભારતનો પરચમ લહેરાયો છે' ગીત વડાપ્રધાન મોદીને સમર્પિત કરાયું. ગીતમાં PM મોદીના નેતૃત્વમાં દેશવિકાસની નવી ઉંચાઇને દર્શાવાઇ છે. વડાપ્રધાન મોદી દેશની દરેક વ્યક્તિનાં દિલમાં વસેલા છે તે રજૂ કરાયું છે. ગીતમાં દેશનાં કરોડો લોકોની PM મોદી પ્રત્યેની લાગણીનો ભાવ દર્શાવાયો છે. PM મોદીનાં નેતૃત્વમાં ચંદ્રયાન મિશનની સિદ્ધિને પણ વણી લેવાઇ છે. ઓપરેશન સિંદૂરથી (Operation Sindoor) PM મોદીએ દેશની માતા-બહેનોનાં સિંદૂરની લાજ રાખી તેવું પણ ગીતમાં દર્શાવાયું છે.

Next Article