ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM Modi in Gujarat : ઘોર નિંદ્રામાંથી જાગ્યું મનપા! ક્યાંક ડામર રોડ તો ક્યાંક RCC રોડની કામગીરી પૂરજોશમાં શરૂ

પીએમ મોદી ભાવનગરની મુલાકાતે આવવાના હોવાથી બિસ્માર રોડ-રસ્તાઓની મરામતનો દોર આખરે શરૂ થયો છે.
03:55 PM Sep 13, 2025 IST | Vipul Sen
પીએમ મોદી ભાવનગરની મુલાકાતે આવવાના હોવાથી બિસ્માર રોડ-રસ્તાઓની મરામતનો દોર આખરે શરૂ થયો છે.
PM Modi_Gujarat_first
  1. વડાપ્રધાન મોદી આગામી 20 સપ્ટેમ્બરે આવશે Bhavnagar
  2. વડાપ્રધાનના આગમન પૂર્વે ઘોર નિંદ્રામાંથી જાગ્યું મનપા
  3. બિસ્માર રોડ-રસ્તાઓની મરામત શરૂ કરવામાં આવી
  4. ક્યાંક ડામર રોડ તો ક્યાંક આરસીસી રોડ બનવવાનું શરૂ
  5. એરપોર્ટથી સુભાસનગર જતા માર્ગ પર ડામરનું કામ શરૂ

Bhavnagar : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરના રોજ ગુજરાત પ્રવાસે (PM Modi in Gujarat) આવી રહ્યા છે. દરમિયાન, વડાપ્રધાન મોદી ભાવનગરની મુલાકાત લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન અને ભવ્ય સ્વાગતને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ભાવનગરનું મનપા (BMCGujarat) ઘોર નિંદ્રામાંથી જાગ્યું હોય તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. કારણ કે, પીએમ મોદી ભાવનગરની મુલાકાતે આવવાના હોવાથી બિસ્માર રોડ-રસ્તાઓની મરામતનો દોર આખરે શરૂ થયો છે.

આ પણ વાંચો - Surat : વિદેશમાં નોકરીના નામે માનવ તસ્કરી અને Cyber ગુલામીના કેસમાં વધુ એક ધરપકડ

PM Modi નાં આગમન પૂર્વ ઉદાસીન મનપાએ શરૂ કરી તડામાર તૈયારીઓ!

વડાપ્રધાન મોદી 20 સપ્ટેમ્બરનાં રોજ ભાવનગર (PM Modi in Gujarat) આવી રહ્યા છે. ત્યારે પીએમ મોદીના આગમન પૂર્વ શહેરમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ છે. મનપા દ્વારા બિસ્માર રોડ-રસ્તાઓની મરામત શરૂ કરાઈ છે. ક્યાંક ડામર રોડ તો ક્યાંક RCC રોડ બનવવાનું શરૂ થઈ ગયું છે. માહિતી અનુસાર, ભાવનગર એરપોર્ટથી સુભાસનગર જતા માર્ગ પર ડામર પાથરવાનું કામ શરૂ થયું છે. સાથે જ રોડની બાજુમાં ઊગેલા ઝાડી-ઝાંખરાને હટાવવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે.

આ પણ વાંચો - OMG ! સરકારી નોકરી વાંછુક પોતાનું form પણ યોગ્ય રીતે નથી ભરી શકતા, અહીં જાણો ક્યા થઇ રહી છે ભૂલો

મનપાની કામગીરી જોઈ નગારિકો આશ્ચર્ચમાં!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વ ભાવનગર મનપા તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી આ ઝડપી કામગીરીને જોઈ નાગરિકો પણ આશ્ચર્યમાં મૂકાયા છે. કેટલાક લોકોનું કહેવું છે જનતાની પોકાર ઘોરનિંદ્રામાં સૂતેલા મનપાનાં અધિકારીઓ સુધી તો ન પહોંચી પરંતુ, વડાપ્રધાન મોદીના આગમનથી બિસ્માર રોડ-રસ્તાનું સમારકામ શરૂ થયું એ સારી વાત છે. જ્યારે, કેટલાક લોકોએ આશા વ્યક્ત કરી કે જેમ પીએમ મોદીના આગમન પહેલા મનપાનાં ઉદાસીન અધિકારીઓ જાગ્યા છે તેમ જનતાની પણ સમસ્યાઓ અને જીવન જરૂરિયાત સુવિધા અંગે પણ જાગૃત રહે.

આ પણ વાંચો - ગરબા પ્રેમીઓ માટે Ambala Patel ની આ આગાહી ચિંતા વધારશે..!

Tags :
BhavnagarBMCCollector Manish Kumar BansalDevelopment worksGUJARAT FIRST NEWSPM Modi In Gujaratpm narendra modiTop Gujarati News
Next Article