ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM Modi : આવતીકાલે PM મોદી ભાવનગરની મુલાકાતે, સવારે 10 કલાકે યોજાશે ભવ્ય રોડ શો!

ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે આજે ભાવનગરમાં SPG દ્વારા રિહર્સલ પણ કરવામાં આવ્યું.
03:05 PM Sep 19, 2025 IST | Vipul Sen
ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે આજે ભાવનગરમાં SPG દ્વારા રિહર્સલ પણ કરવામાં આવ્યું.
Bhavnagar_Gujarat_first
  1. ભાવનગરમાં PM Modi ની મુલાકાતને લઈને તૈયારીઓ
  2. ભાવનગરમાં SPG દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું
  3. એરપોર્ટથી સભા સ્થળ સુધીના રોડ શોના રૂટનું રિહર્સલ
  4. PM મોદીના આગમનને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

PM Modi in Gujarat : આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરની મુલાકાતે (PM Modi in Bhavnagar) આવી રહ્યા છે. પીએમ મોદીના પ્રવાસને લઈ ભાવનગર તંત્ર અને પોલીસ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સાથે જ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે આજે ભાવનગરમાં SPG દ્વારા રિહર્સલ પણ કરવામાં આવ્યું. એરપોર્ટથી સભા સ્થળ સુધીના યોજાનારા પીએમ મોદીના ભવ્ય રોડ શો અંગે પણ રૂટનું રિહર્સલ કરાયું.

આ પણ વાંચો - Rajkot BJP: શહેર ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઈ

PM Modi ની મુલાકાત પૂર્વે SPG દ્વારા રિહર્સલ કરાયું

આવતીકાલે એટલે કે 20 સપ્ટેમ્બરનાં રોજ દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરની મુલાકાતે (PM Modi in Bhavnagar) આવી રહ્યા છે. પીએમ મોદીના આગમન પૂર્વે ભાવનગરમાં તંત્ર અને પોલીસ દ્વારા પૂરજોશમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભાવનગર એરપોર્ટથી લઈને સભા સ્થળ જવાહર મેદાન સુધી પીએમ મોદીનો ભવ્યો રોડ શો યોજાશે, આથી રોડ શોનાં રૂટ પર આજે SPG દ્વારા રિહર્સલ કરાયું. પીએમ મોદીના આગમનને લઈ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે.

આ પણ વાંચો - Vadodara : 8 મહિના બાદ જૈન મંદિરમાં ફરી ચોરી! મૂર્તિઓ, 27 કિલો ચાંદી ચોરાઈ!

મહિલા કોલેજ સર્કલથી પીએમ મોદી રોડ શોની શરૂઆત થશે

માહિતી અનુસાર, મહિલા કોલેજ સર્કલથી પીએમ મોદી રોડ શોની શરૂઆત કરશે. સવારે 10 કલાકે પીએમ મોદી મહિલા કોલેજ સર્કલથી રોડ શો શરૂ કરશે જે સભા સ્થળ જવાહર મેદાન સુધી યોજાશે. ત્યાર બાદ પીએમ મોદી જંગી સભાને સંબોધશે. પીએમ મોદીના રોડ શો દરમિયાન 1 એસપી, 4 ડીવાયએસપી, 200 થી વધુ પીઆઈ અને 4 હજાર કરતા પણ વધારે પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં ખડેપગે રહેશે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી કરોડોનાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરશે.

આ પણ વાંચો - Rain in Gujarat : ડાયમંડ સિટી સુરતમાં વહેલી સવારથી ધોધરમાર વરસાદ!

Tags :
Bhavnagar AirportBhavnagar PoliceBhavnagar SGPBMC BhavnagarGMB PortsGUJARAT FIRST NEWSGujarat Maritime Board and District AdministrationPM Modi in BhavnagarPM Modi In GujaratPM Modi Road Show in Bhavnagarpm narendra modiSagarmala ProjectTop Gujarati News
Next Article