Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Modi in Gujarat : આ તારીખે ગુજરાત આવશે PM મોદી, ભાવનગરને આપશે કરોડોનાં વિકાસકાર્યોની ભેટ!

પીએમ મોદીના પ્રવાસ દરમિયાન પોર્ટ અને શિપિંગને (Port and Shipping) લગતી પોલીસી અંગે MOU પણ થશે.
pm modi in gujarat   આ તારીખે ગુજરાત આવશે pm મોદી  ભાવનગરને આપશે કરોડોનાં વિકાસકાર્યોની ભેટ
Advertisement
  1. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરના રોજ આવશે ગુજરાત પ્રવાસે (PM Modi in Gujarat)
  2. 20 તારીખે ભાવનગરનાં જવાહર મેદાન ખાતે જાહેરસભાને સંબોધન કરશે
  3. ગુજરાત મેરીટાઈમ બોર્ડના કાર્યક્રમમાં હાજરી આપશે, 100 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે
  4. પોર્ટ અને શિપિંગને લગતી પોલીસી અંગે પણ MOU થશે

Bhavnagar : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે (PM Modi in Gujarat) આવી રહ્યા છે. 20 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવશે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી ભાવનગરમાં 100 કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. સાથે જ જવાહર મેદાન ખાતે જાહેરસભાને સંબોધન પણ કરશે. પીએમ મોદીના પ્રવાસ દરમિયાન પોર્ટ અને શિપિંગને (Port and Shipping) લગતી પોલીસી અંગે MOU પણ થશે.

આ પણ વાંચો - Mehsana : કલોલના જસવંત પટેલ અપહરણ કેસમાં મોટા ખુલાસા! ખેરાલુ પોલીસે 5 આરોપીને ઝડપ્યા

Advertisement

Advertisement

20 સપ્ટેમ્બરના રોજ ભાવનગર આવશે PM Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરના રોજ ગુજરાત પ્રવાસે (PM Modi in Gujarat) આવી રહ્યા છે. દરમિયાન, વડાપ્રધાન ભાવનગરની મુલાકાત લેશે. આથી, પીએમ મોદીનાં પ્રવાસને લઈ જિલ્લા કલેક્ટર મનીષકુમાર બંસલની અધિક્ષતામાં આજે મહત્ત્વની બેઠક મળી હતી. માહિતી અનુસાર, 20 સપ્ટેમ્બરનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરમાં (Bhavnagar) 100 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. સાથે જ જવાહર મેદાન ખાતે જાહેર સભાને સંબોધિત કરશે. ઉપરાંત, ગુજરાત મેરિટેમ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રનાં સંયુક્ત ઉપક્રમે પોર્ટ અને શિપિંગને લગતી પોલિસી અંગે MOU પણ થશે.

આ પણ વાંચો - Chaitar Vasava : 'લાફાકાંડ' કેસમાં ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરાયા

જિલ્લા કક્ષાની 27 જેટલી વિવિધ સમિતિઓની રચના કરાઈ

માહિતી અનુસાર, ભાવનગર જિલ્લા કક્ષાની 27 જેટલી વિવિધ સમિતિઓની રચના પણ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં કાર્યક્રમને લઈ તૈયારીઓ અંગે ચર્ચા કરવા માટે આજે મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેક્ટરનાં અધિક્ષતામાં મહત્ત્વની બેઠક યોજાઈ હતી, જેમાં વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો - Junagadh : જુનાગઢમાં રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત, પણ બન્યું એવું કે ચર્ચાઓ શરૂ થઈ!

Tags :
Advertisement

.

×