Railway અખાત્રીજના દિવસે પાલિતાણાથી-બાન્દ્રા વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન, બુકિંગ થઈ ગયું છે શરૂ
- Railway માં મુસાફરી કરતા મુસાફરો માટે મોટા સમાચાર
- 20 એપ્રિલ 2026ના રોજ પાલિતાણાથી બાન્દ્રા માટે સ્પેશિયલ ટ્રેન ચાલશે
- ટિકિટ બુકિંગ 17 એપ્રિલથી થયું શરૂ
- ભાવનગર રેલવે મંડળે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો
- પાલિતાણા જૈન દેરાસરમાં આવે છે શ્રદ્ધાળુઓ
Railway : જૈન ધર્મના પવિત્ર તીર્થધામ પાલિતાણા ( palitana) અને મુંબઈ (mumbai) વચ્ચે મુસાફરી કરતા લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. આગામી 20 એપ્રિલ, 2026 ના રોજ 'અખાત્રીજ' (અક્ષય તૃતીયા) ના પર્વ નિમિત્તે મુસાફરો( passengers)નો ધસારો પહોંચી વળવા માટે રેલવે (railway) તંત્ર દ્વારા પાલિતાણાથી બાન્દ્રા ટર્મિનસ વચ્ચે ખાસ સ્પેશિયલ ટ્રેન (special train) દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી મુજબ ટ્રેનની વિગતો નીચે મુજબ છે
01-બાન્દ્રા ટર્મિનસથી પાલિતાણા માટે ચાલનારી બાન્દ્રા–પાલિતાણા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (09023) તા. 18 એપ્રિલ, 2026 (શનિવાર)ના રોજ બાન્દ્રા ટર્મિનસથી બપોરે 14:40 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે વહેલી સવારે 05:00 વાગ્યે પાલિતાણા પહોંચશે.
02-આ જ રીતે પરત ફરતી પાલિતાણા–બાન્દ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (09024) તા. 20 એપ્રિલ, 2026 (સોમવાર)ના રોજ પાલિતાણાથી રાત્રે 20:00 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 11:20 વાગ્યે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે.
03-આ ટ્રેન બંને દિશામાં સિંહોર (ગુજરાત), સોનગઢ, ધોળા, બોટાદ, અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, પાલઘર અને બોરીવલી સ્ટેશનો પર ઠેરાવ કરશે. યાત્રીઓની સુવિધા માટે ટ્રેનમાં સ્લીપર ક્લાસ તથા એસએલઆરડી કોચ ઉપલબ્ધ રહેશે.
04-ટ્રેન નં. 09023 અને 09024 માટે બુકિંગ તા. 17 એપ્રિલ, 2026 (શુક્રવાર)થી તમામ યાત્રી આરક્ષણ કેન્દ્રો તેમજ આઈઆરસીટીસીની સત્તાવાર વેબસાઇટ પર શરૂ થશે. યાત્રીઓ ટ્રેનના સમયપત્રક, ઠેરાવ અને રચના અંગે વધુ માહિતી માટે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઈ માહિતી મેળવી શકે છે.
આ ટ્રેનનો લાભ લેવો હોય તો બુકિંગ થઈ ગયું છે શરૂ
દર વર્ષે અક્ષય તૃતીયા પર પાલિતાણામાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. નિયમિત ટ્રેનોમાં લાંબુ વેઈટિંગ હોવાને કારણે મુસાફરોને પડતી મુશ્કેલીઓ હવે આ સ્પેશિયલ ટ્રેન દ્વારા દૂર થશે. મુસાફરો રેલવે કાઉન્ટર અથવા IRCTCની વેબસાઈટ પરથી 17 એપ્રિલથી પોતાની ટિકિટ બુક કરાવી શકશે.
આ પણ વાંચો : Indian Railway 'i-GAZE' : લોકો પાયલટને ઝોકું આવતા લાગશે ઇમજરન્સી બ્રેક !


