Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Railway : ભાવનગર મંડળની અનેક ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો, મુસાફરો માટે મહત્વના સમાચાર

Railway : યાત્રિયોની સુવિધા માટે ભાવનગર મંડળની અનેક મહત્વપૂર્ણ ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવું ટાઈમટેબલ 23 અને 24 મે થી લાગુ થવાની વાત સામે આવી છે. મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ જણાવ્યું કે પશ્ચિમ રેલવે મુસાફરોને સુરક્ષિત, સુવિધાજનક અને સમયપાલનવાળી રેલ સેવાઓ પ્રદાન કરવા માટે સતત પ્રતિબદ્ધ છે.
railway   ભાવનગર મંડળની અનેક ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો  મુસાફરો માટે મહત્વના સમાચાર
Advertisement
  • Railway ને લઈ મહત્વના સમાચાર
  • મહત્વપૂર્ણ ટ્રેનોની સમયસારણી બદલાઈ
  • ટ્રેન પકડતા પહેલાં સમય ચકાસો
  • ભાવનગર મંડળની 6 ટ્રેનોના સમયમાં સુધારો કરાયો
  • મહુવા અને ભાવનગરથી ચાલતી ટ્રેનોના નવા સમય જાહેર

Railway : સુધારેલી સમયસારણી મુજબ ઉપરોક્ત ટ્રેનોના (train) આગમન અને પ્રસ્થાન સમયમાં કરવામાં આવેલા ફેરફારોથી મુસાફરોને વધુ સુવિધાજનક મુસાફરીનો અનુભવ મળશે તેમજ રેલવે સંચાલનની કાર્યક્ષમતામાં પણ સુધારો થશે. ખાસ કરીને મહુવા, ભાવનગર, બોટાદ, ગાંધીગ્રામ, સાબરમતી, સુરત અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે મુસાફરી કરતા મુસાફરોને તેનો સીધો લાભ મળશે. મુસાફરોને વિનંતી છે કે તેઓ મુસાફરી શરૂ કરતા પહેલા સંબંધિત ટ્રેનોના સુધારેલા સમય વિશે રેલવે પૂછપરછ સેવા, NTES, IRCTC Rail Connect અથવા નજીકના રેલવે સ્ટેશન પરથી માહિતી અવશ્ય મેળવી લે.

ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે

યાત્રિયોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ રેલવે સંચાલનને વધુ સુગમ, વ્યવસ્થિત અને સમયબદ્ધ બનાવવા માટે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મંડળમાંથી સંચાલિત થતી અનેક મહત્વપૂર્ણ મુસાફર ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનોની સુધારેલી સમયસારણી અનુક્રમે 23 અને 24 મે, 2026થી અમલમાં આવશે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર નીચે મુજબની ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Advertisement

Railway gujarat first

Advertisement

આ ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો

01- ટ્રેન નં. 22990 મહુવા–બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ટ્રેનના સમયમાં ફેરફાર 23 મે, 2026થી અમલમાં આવશે. ટ્રેન મહુવાથી હાલના નિર્ધારિત સમય 17:55 કલાકના બદલે 17:30 કલાકે પ્રસ્થાન કરશે. એટલે કે, આ ટ્રેન મહુવાથી 25 મિનિટ વહેલી રવાના થશે. ઉપરાંત રાજુલા જંક્શન, સાવરકુંડલા અને લીલીયા મોટા સ્ટેશનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારબાદના સ્ટેશનોના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
02- ટ્રેન નં. 19256 મહુવા–સુરત એક્સપ્રેસ ટ્રેનના સમયમાં ફેરફાર 24 મે, 2026થી અમલમાં આવશે. ટ્રેન મહુવાથી હાલના નિર્ધારિત સમય 17:55 કલાકના બદલે 17:30 કલાકે પ્રસ્થાન કરશે. એટલે કે, આ ટ્રેન પણ મહુવાથી 25 મિનિટ વહેલી રવાના થશે. રાજુલા જંક્શન, સાવરકુંડલા, લીલીયા મોટા અને દામનગર સ્ટેશનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારબાદના સ્ટેશનોના સમય યથાવત્ રહેશે.
03- ટ્રેન નં. 20966 ભાવનગર ટર્મિનસ–સાબરમતી ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનના સમયમાં ફેરફાર 23 મે, 2026થી અમલમાં આવશે. ભાવનગર ટર્મિનસથી ધોળા સ્ટેશન સુધીના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બોટાદ સ્ટેશનથી ટ્રેન હાલના નિર્ધારિત સમય 07:25 કલાકના બદલે 07:39 કલાકે પ્રસ્થાન કરશે. પરિણામે આગળના સ્ટેશનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
04- ટ્રેન નં. 09215/09216 ભાવનગર–ગાંધીગ્રામ–ભાવનગર TOD સ્પેશિયલ ટ્રેનોના સમયમાં ફેરફાર 23 મે, 2026થી અમલમાં આવશે. ટ્રેન નં. 09215 ગાંધીગ્રામ–ભાવનગર TOD સ્પેશિયલના ધંધુકા, બોટાદ અને ધોળા સ્ટેશનોના સમયમાં નાનો ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેન ગાંધીગ્રામથી પોતાના નિર્ધારિત સમયે જ પ્રસ્થાન કરશે અને ભાવનગર ટર્મિનસ પર હાલના નિર્ધારિત સમય મુજબ જ પહોંચશે.
ટ્રેન નં. 09216 ભાવનગર–ગાંધીગ્રામ TOD સ્પેશિયલના પ્રારંભિક પ્રસ્થાન સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સિહોર સ્ટેશનથી પ્રસ્થાન સમયમાં નાનો ફેરફાર કરવામાં આવતા આગળના સ્ટેશનોના સમયમાં પણ સુધારો કરવામાં આવ્યો છે.
05-ટ્રેન નં. 09211 ગાંધીગ્રામ–બોટાદ TOD સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર 23 મે, 2026થી અમલમાં આવશે. ગાંધીગ્રામથી પ્રસ્થાન સમય યથાવત્ રહેશે. સરખેજથી આગળના સ્ટેશનોના પ્રસ્થાન સમયમાં નાનો ફેરફાર કરવામાં આવ્યો છે.
06-ટ્રેન નં. 09529/09530 ભાવનગર–ધોળા–ભાવનગર TOD સ્પેશિયલ ટ્રેનોના સમયમાં ફેરફાર 24 મે, 2026થી અમલમાં આવશે. ટ્રેન નં. 09529 ધોળા–ભાવનગર TOD સ્પેશિયલ ધોળાથી હાલના નિર્ધારિત સમય 11:50 કલાકના બદલે 11:30 કલાકે પ્રસ્થાન કરશે. ટ્રેન નં. 09530 ભાવનગર–ધોળા TOD સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી હાલના નિર્ધારિત સમય 13:25 કલાકના બદલે 13:15 કલાકે પ્રસ્થાન કરશે. બંને દિશામાં આગળના સ્ટેશનોના આગમન અને પ્રસ્થાન સમયમાં પણ જરૂરી મુજબ ફેરફાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Railway અખાત્રીજના દિવસે પાલિતાણાથી-બાન્દ્રા વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન, બુકિંગ થઈ ગયું છે શરૂ

Tags :
Advertisement

.

×