Rain in Bhavnagar : મહુવામાં 12 કલાકમાં 11 ઇંચ વરસાદ, શેત્રુંજી ડેમના 20 દરવાજા ખોલાયા!
ભાવનગર શહેર-જિલ્લામાં કમોસમી વરસાદે માઝા મૂકી છે. અવિરત કમોસમી વરસાદ થતાં મહુવા, કુંભારવાડા, સિહોર સહિતનાં વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. ઘર, ખેતરો, રોડ-રસ્તા વરસાદી પાણીમાં ગરકાવ થયા છે. શેત્રુંજી ડેમના 20 દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલ, ડેમમાં 5310 ક્યુસેક પાણીની આવક અને જાવક નોંધાઈ રહી છે. જ્યારે, જેસર પંથકમાં ભારે વરસાદ થતા માલણ ડેમનાં એક સાથે 30 દરવાજા ખોલવામાં આવ્યા છે.
Advertisement
- ભાવનગર શહેર-જિલ્લામાં કમોસમી વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા (Rain in Bhavnagar)
- મહુવા, કુંભારવાડા, સિહોર સહિતનાં વિસ્તારોમાં કમોસમી વરસાદનો કહેર!
- ઘર, ખેતરોમાં પાણી ઘૂસતા લોકોને ભારે હાલાકી,
- શેત્રુંજી અને માલણમાં નવા નીરની આવક થતાં દરવાજા ખોલાયા
Rain in Bhavnagar : ભાવનગર શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદે માઝા મૂકી છે. અવિરત કમોસમી વરસાદ થતાં મહુવા (Mahuva), કુંભારવાડા, સિહોર (Sihor) સહિતનાં વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. ઘર, ખેતરો, રોડ-રસ્તા વરસાદી પાણીમાં ગરકાવ થયા છે. શેત્રુંજી ડેમના (Shetrunji Dam) 20 દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલ, ડેમમાં 5310 ક્યુસેક પાણીની આવક અને જાવક નોંધાઈ રહી છે. જ્યારે, જેસર પંથકમાં ભારે વરસાદ થતા માલણ ડેમનાં (Malan Dam) એક સાથે 30 દરવાજા ખોલવામાં આવ્યા છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા પણ ભાવનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

