ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bhavnagar: 75 લાખ રૂપિયાની લૂંટ, ચિત્રા SBI બેંક બહારના સીસીટીવીમાં કેદ થઈ લૂંટની ઘટના

Bhavnagar: ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારના એસ.બી.ઈ. બેંક પાસે 75 લાખ રૂપિયાની લૂંટ કરાવવાનો કિસ્સો સામે આવ્યો છે. જેની સીસીટીવી વીડિયો પણ સામે આવ્યાં છે.
08:45 AM Mar 06, 2025 IST | VIMAL PRAJAPATI
Bhavnagar: ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારના એસ.બી.ઈ. બેંક પાસે 75 લાખ રૂપિયાની લૂંટ કરાવવાનો કિસ્સો સામે આવ્યો છે. જેની સીસીટીવી વીડિયો પણ સામે આવ્યાં છે.
Bhavnagar
  1. ચિત્રા એસ.બી.ઈ. બેંક ખાતે 75 લાખ રૂપિયાની લૂંટની ઘટના
  2. સીસીટીવી ફૂટેજ પરથી આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી
  3. ત્રણ લૂંટારૂઓ આવ્યાં અને રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા

Bhavnagar: ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારના એસ.બી.ઈ. બેંક પાસે 75 લાખ રૂપિયાની લૂંટ કરાવવાનો કિસ્સો સામે આવ્યો છે. જેની સીસીટીવી વીડિયો પણ સામે આવ્યાં છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે, એક એક્ટિવા અને બાઈક પર સવાર ત્રણ ઈસમોએ રૂપિયા ભરેલા બેગને લૂંટી ત્યાંથી ફરાર થઈ ગયાં હતા.. APMCના વેપારીના પૈસા લઇને માટે તેમના બે માણસો બેંક પર આવ્યા હતાં, ત્યાં બેંકની બહાર ત્રણ લૂંટારુઓએ આવ્યાં અને વેપારીઓના માણલો પાસેથી પર્સ છીનવી લીધો હતો. આ ઘટનાની જાણકારી મળતાં તરત જ પોલીસ દ્વારા સમગ્ર કિસ્સાની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: હોળીના પર્વ પેહલા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની વિપુલ પ્રમાણમાં આવક નોંધાઈ

મામલાની ગંભીરતા સમજીને ઝડપી કાર્યવાહી શરૂ કરવામાં આવી

આ ઘટનાને લઈને, ભાવનગર પોલીસ મથકના એસ.પી., એલસીબી અને એસઓજી ટીમો દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સીસીટીવી કેમરાનું અભ્યાસ કરીને આરોપીઓની ઓળખાણ માટે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આ મામલાની ગંભીરતા સમજીને ઝડપી કાર્યવાહી કરવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે. સાથે જ, શહેરમાં સુરક્ષા કડક બનાવવી, અને આવી ઘટનાઓથી બચવા માટે પોલીસ દ્રારા વિવિધ પ્રહલાંભૂતિક પગલાં લીધા જઇ રહ્યા છે.

આ પણ વાંચો: Ahmedabad : રીલ્સનાં ચક્કરમાં 3 યુવક કાર સાથે ફતેહવાડી કેનાલમાં ખાબક્યાં, ઘટના CCTV માં કેદ

પોલીસે આ મામલે તપાસ હાથ ધરી દીધી

પોલીસએ આ લૂંટના કિસ્સામાં સંડોવાયેલા લોકોની ઓળખ કરવામાં સીસીટીવી ફૂટેજ અને અન્ય સાધનોનો ઉપયોગ કરી રહી છે. જો કે, હજુ સુધી આરોપીઓ પકડાયા નથી, પરંતુ પોલીસ તેમની શોધમાં મકસદ કરી રહી છે. આ બનાવના કારણે, લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે, અને લોકો વધુ સાવચેત રહેવા માટે પ્રેરિત થઈ રહ્યા છે. ગુનેગારોમાં અત્યારે કોઈ પણ પ્રકારના કાયદાનો ડર નથી.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
BhavnagarBhavnagar NewsCCTVChitra SBI BankGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati Newsrobbery incidentrobbery incident captured in CCTVRs 75 lakh robbery
Next Article