Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar news: પશુપાલકો માટે ખુશખબર! સર્વોત્તમ ડેરી દ્વારા દૂધ ખરીદ ભાવમાં રેકોર્ડબ્રેક વધારો

Bhavnagar news: ભાવનગરની સર્વોત્તમ ડેરી (Sarvottam Dairy) દ્વારા પશુપાલકોના હિતમાં એક અત્યંત મહત્વનો અને સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે. સર્વોત્તમ ડેરીએ પશુપાલકો માટે દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટ દીઠ રૂ. 20 નો વધારો કર્યો છે.
bhavnagar news  પશુપાલકો માટે ખુશખબર  સર્વોત્તમ ડેરી દ્વારા દૂધ ખરીદ ભાવમાં રેકોર્ડબ્રેક વધારો
Advertisement
  • Bhavnagar ની સર્વોત્તમ ડેરીનો પશુપાલકો માટે નિર્ણય
  • દૂધ ખરીદ ભાવમાં કરાયો રેકોર્ડબ્રેક વધારો
  • 1 જૂન 2026 થી રૂ. 920ના ભાવે દૂધ ખરીદાશે
  • કિલોફેટે સીધો રૂપિયા 20નો કરાયો વધારો

Bhavnagar news: Bhavnagar news: ભાવનગરની સર્વોત્તમ ડેરી (Sarvottam Dairy) દ્વારા પશુપાલકોના હિતમાં એક અત્યંત મહત્વનો અને સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે. સર્વોત્તમ ડેરીએ પશુપાલકો માટે દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટ દીઠ રૂ. 20 નો વધારો કર્યો છે. 1 જૂન 2026 થી પશુપાલકોને રૂ. 920 નો ભાવ મળશે.

Bhavnagar ની સર્વોત્તમ ડેરીનો પશુપાલકો માટે નિર્ણય

ભાવનગર (Bhavnagar) જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સંચાલિત સર્વોત્તમ ડેરી, સિહોર (Sihor) દ્વારા પશુપાલકોને મોટી રાહત આપવામાં આવી છે. ડેરીના ચેરમેન મહેન્દ્રભાઈ પનોત (Mahendrabhai Panot) અને એમ.ડી. હરિશંકરભાઈ જોષી (Harishankar Joshi) ની આગેવાનીમાં નિયામક મંડળની એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં પશુપાલકોના આર્થિક હિતને ધ્યાનમાં રાખીને દૂધના ખરીદ ભાવમાં ધરખમ વધારો કરવાનો નિર્ણય લેવાયો છે.

Advertisement

Advertisement

1 જૂન 2026 થી રૂ. 920ના ભાવે દૂધ ખરીદાશે

હાલમાં પશુપાલકોને કિલો ફેટ દીઠ રૂ. 900 ચૂકવવામાં આવે છે, જેમાં રૂ. 20 નો સીધો વધારો કરીને હવેથી રૂ. 920 નો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. આ નવો ભાવ આગામી 1 જૂન 2026 થી અમલમાં આવશે. અસહ્ય ગરમી અને ઘાસચારાના વધતા જતાં ભાવને કારણે પશુપાલકોની મુશ્કેલીઓને સમજીને ડેરીએ આ મહત્વનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે, આ વધારા સાથે સર્વોત્તમ ડેરી દેશમાં પશુપાલકોને દૂધનો સૌથી વધુ ભાવ આપતી સંસ્થા બની ગઈ છે.

આ પણ વાંચો:  Ahmedabad: 'Sunday on Cycles' અભિયાનમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને DyCM હર્ષભાઈ સંઘવીએ આપ્યો ફિટનેસનો સંદેશ

Tags :
Advertisement

.

×