Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ભાવનગરમાં Cyber Fraud, Sihor માં Mobile અપડેટ કર્યા બાદ યુવકનું બેંક ખાતું થયું સાફ, OTP વગર ડિજિટલ લૂંટ!

ભાવનગર જિલ્લામાં ડિજિટલ સિક્યોરિટીને લઈને આંખ ઉઘાડનારો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સાયબર માફિયાઓએ સામાન્ય જનતાને લૂંટવા માટે હવે એક નવો અને અત્યંત હાઇટેક કીમિયો અપનાવ્યો છે. સ્માર્ટફોનમાં થયેલા એક સામાન્ય બદલાવ બાદ ઓનલાઈન માધ્યમથી થયેલી આ અદ્રશ્ય લૂંટ પાછળની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી જાણીને, સોશિયલ મીડિયા અને સ્માર્ટફોન વાપરતા દરેક નાગરિકે સાવધ થવાની જરૂર છે.
ભાવનગરમાં  cyber fraud  sihor માં mobile અપડેટ કર્યા બાદ યુવકનું બેંક ખાતું થયું સાફ  otp વગર ડિજિટલ લૂંટ
Advertisement
  • Sihor mobile cyber fraud: સાયબર ક્રાઈમનો નવો કિમીયો
  • સાયબર ગઠિયાએ ઓટીપી વગર જ યુવકનું બેંક એકાઉન્ટ કર્યું સાફ
  • બેંક ખાતામાંથી 33,000 રૂપિયા ઉપાડી લીધા
  • ગઠિયાએ સ્માર્ટફોન હેક કરીને ચલાવી ડિજિટલ લૂંટ

Sihor mobile cyber fraud: ભાવનગર (Bhavnagar) જિલ્લાના સિહોરમાં ડિજિટલ સિક્યોરિટીને લઈને આંખ ઉઘાડનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સિહોર (Sihor) ના એક યુવક સાથે સાયબર ફ્રોડ (cyber fraud) ની ગંભીર ઘટના બની છે. યુવકે પોતાનો સ્માર્ટફોન અપડેટ કર્યો, તેના તુરંત બાદ તેનું આખું બેંક ખાતું સાફ થઈ ગયું હતું. આ ઘટના લોકોને મેસેજ આપે છે કે, આજના સમયમાં સ્માર્ટફોન અપડેટ કરતી વખતે પણ કેટલી સાવધાની રાખવી જરૂરી છે, તે આ કિસ્સા પરથી સ્પષ્ટ થાય છે. અજાણતા જ યુવક સાયબર માફિયાઓની જાળમાં ફસાઈ ગયો હતો.

Sihor mobile cyber fraud_GUJARAT 01

Advertisement

mobile માં OTP વગર રૂપિયાની ડિજિટલ લૂંટ

આ કેસની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, સાયબર ગઠિયાએ કોઈપણ વન ટાઈમ પાસવર્ડ એટલે કે, ઓટીપી (OTP) વગર જ ડિજિટલ લૂંટ ચલાવી છે. મળતી માહિતી મુજબ, ગઠિયાએ સતત 3 દિવસ (3 days) સુધી યુવકનો મોબાઈલ ફોન હેક (mobile hack) કરીને રાખ્યો હતો. આ ડિજિટલ લૂંટ (digital robbery) દરમિયાન યુવકના ખાતામાંથી આપોઆપ ત્રણ વખત ટુકડે ટુકડે કરીને કુલ 33,000 રૂપિયા (33,000 rupees) ની રકમ ઉપડી ગઈ હતી. ટ્રાન્ઝેક્શનના મેસેજ આવતા જ યુવકના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

Advertisement

આ પણ વાંચો---- Modasa પાપલીલાનો પર્દાફાશ!, newborn baby ને કૂવામાં ફેંકી દેનાર ક્રૂર માતા સહિત 2ની ધરપકડ, જાણો શું હતું કારણ?

mobile હેક થવાના ચિહ્નો અને Modus operandi

સૂત્રો જણાવે છે કે, આ સાયબર અટેક દરમિયાન યુવકના ફોનમાં અજીબોગરીબ બદલાવ જોવા મળ્યા હતા. પહેલા દિવસે તેના ફોનની સ્ક્રીન (phone screen) બંધ થતી નહોતી. બીજા દિવસે મોબાઈલ ફોન અતિશય ગરમ (phone heating) થવા લાગ્યો હતો. ત્રીજા દિવસે ફોન અચાનક સ્વિચ ઓફ થઈને આપોઆપ શરૂ થયો હતો. આ લક્ષણો દેખાયા બાદ યુવકને તેનો ફોન હેક થયાની મોડી જાણ થઈ હતી. સાયબર ગઠિયાએ બેકગ્રાઉન્ડમાં માલવેર ઇન્સ્ટોલ કરીને આખો ખેલ પાડ્યો હતો.

1930 cyber Helpline પર તાત્કાલિક ફરિયાદ

પોતાની સાથે ઓનલાઈન ઠગાઈ (online cheating) થઈ હોવાની ખાતરી થતાં જ યુવકે સમય ગુમાવ્યા વગર એક્શન લીધા હતા. પીડિતે તાત્કાલિક કેન્દ્ર સરકારની 1930 સાયબર હેલ્પલાઈન (cyber helpline) પર કોલ કરીને પોતાની સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ મળતા જ ભાવનગર સાયબર ક્રાઈમ સેલ (Bhavnagar Cyber Crime Cell) એ દસ્તાવેજી પ્રક્રિયા શરૂ કરીને આ મામલે ટેકનિકલ તપાસ હાથ ધરી હતી.

Sihor mobile cyber fraud_GUJARAT 0

Sihor Police એક્શનમાં, 24 હજાર ફ્રીઝ કરાયા

પ્રાથમિક તપાસ બાદ આ હાઇટેક કેસ વધુ કાર્યવાહી માટે સિહોર પોલીસ સ્ટેશન (Sihor Police Station) માં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. પોલીસે બેંકિંગ ચેનલ સાથે સંકલન સાધીને તપાસ તેજ બનાવી હતી. સદ્દનસીબે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સાયબર ગઠિયાના ખાતામાં ગયેલી રકમમાંથી અંદાજે 24,000 રૂપિયા (24,000 rupees) થી વધુની રકમ ફ્રીઝ (amount freeze) કરાવી દીધી છે. પોલીસ હાલ આ ગુનામાં વપરાયેલા આઈપી એડ્રેસના આધારે તપાસ ચલાવી રહી છે.

આ પણ વાંચો---- Cyber Crime : ક્રિપ્ટો કરન્સી, ડાર્ક વેબ, ટેરર ફાયનાન્સિંગના આરોપીઓ ઝડપાયા, ઈન્ટરનેશનલ ડ્રગ્સ નેટવર્કનો થશે મોટો પર્દાફાશ


Tags :
Advertisement

.

×