Sihor માં કાળ બનીને દોડી કાર: કાળજું ધ્રુજાવી દે તેવા CCTV સામે આવ્યા!
- ભાવનગરના Sihor માં સ્પીડિંગ કારે 6 લોકોને અડફેટે લીધા
- જાહિદ હુસેનની કારે સિહોરમાં સર્જ્યો મોતનો તાંડવ
- બેફામ કારચાલકે રિક્ષા-બાઈકના કુચા બોલાવ્યા
- ભયાનક અકસ્માતના CCTV ફૂટેજ આવ્યા સામે
Sihor Accident: ભાવનગર (Bhavnagar) જિલ્લાના સિહોર શહેરમાં બુધવારે બપોરના સમયે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના બની હતી. સિહોરના જાણીતા કે.ડી. રાઠોડ દવાખાના (K.D. Rathod Hospital) પાસે એક બેફામ બનેલી કારે અનેક વાહનોને અડફેટે લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ હવે સામે આવ્યા છે, જે જોઈને કોઈ પણના કાળજા કંપી જાય તેમ છે.
લોહીલુહાણ હાલતમાં 6 લોકો હોસ્પિટલ ભેગા
મળતી માહિતી મુજબ, બુધવારે બપોરે સિહોરના ભરચક વિસ્તારમાં એક 'ઓરા' (Aura) કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ઓવર સ્પીડમાં દોડતી આ કારે રસ્તા પર જતી એક રિક્ષા (Auto Rickshaw) અને બાઈક (Bike) ને જોરદાર ટક્કર મારી હતી. કારની ગતિ એટલી પ્રચંડ હતી કે વાહનો હવામાં ફંગોળાયા હતા. આ અકસ્માતમાં રસ્તે ચાલતા રાહદારીઓ અને વાહનચાલકો મળી કુલ 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.
સ્થાનિકોએ બચાવ કામગીરી કરી
અકસ્માત થતા જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં પડેલા તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ભાવનગર (Bhavnagar) ની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
પોલીસ કાર્યવાહી હાથ ધરી
આ મામલે સિહોર પોલીસે (Sihor Police) ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત સર્જનાર કાર ચાલક જેનું નામ જાહિદ હુસેન સોરઠીયા (Zahid Hussain Sorathiya) હોવાનું ખુલ્યું છે, તેની સામે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે કારચાલકની બેદરકારીને કારણે આટલો મોટો અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચો: Dholka Bagodara Highway પર ગમખ્વાર અકસ્માત, 3 જિંદગીઓ હોમાઈ, મચી ચીસાચીસ


