ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રનિંગ રેડમાં સ્ટેટ મોનિટરિંગ સેલના PSI S R Sharma ની તબિયત કથળી, સારવાર દરમિયાન મોત

PSI S R Sharma ના નિધનથી પરિવાર તેમજ તેમની 2016ની બેચના સાથી મિત્રો આઘાતમાં સરી ગયા છે.
12:53 PM Jul 17, 2025 IST | Bankim Patel
PSI S R Sharma ના નિધનથી પરિવાર તેમજ તેમની 2016ની બેચના સાથી મિત્રો આઘાતમાં સરી ગયા છે.
State_Monitoring_Cell_PSI_Sachin_R_Sharma_deteriorated_in_running_prohibition_raid_PSI_S_R_Sharma_dies_during_hospital_treatment_Gujarat_First

સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા 38 વર્ષીય પીએસઆઈ સચિન શર્મા (PSI S R Sharma) નું આજે વહેલી સવારે નિધન થયું છે. ભાવનગર ખાતે પ્રોહિબિશનની રનિંગ રેડ દરમિયાન પીએસઆઈ સચિન શર્માની અચાનક તબિયત લથડી હતી. પીએસઆઈ શર્માએ આજે સવારે ભાવનગર શહેર (Bhavnagar City) ની ખાનગી હૉસ્પિટલના બિછાને સારવાર દરમિયાન શ્વાસ છોડી દીધાં હતાં. PSI S R Sharma ના નિધનથી પરિવાર તેમજ તેમની 2016ની બેચના સાથી મિત્રો આઘાતમાં સરી ગયા છે.

PSI સચિન શર્માની રેડ દરમિયાન તબિયત લથડી

State Monitoring Cell માં ત્રણેક વર્ષથી ફરજ બજાવતા પીએસઆઈ સચિન આર. શર્મા આજે ખાનગી કારમાં દારૂ ભરેલી ગાડીનો પીછો કરી રહ્યાં હતાં. ભાવનગર જિલ્લામાં આવી રહેલી દારૂ ભરેલી ગાડીના ચાલકે કુંભારવાડા પાટીયા પાસેથી યુ ટર્ન મારતા PSI S R Sharma એ પણ તેનો પીછો ચાલુ રાખ્યો હતો. માળીયા ગામનો ઑવરબ્રિજ ચઢવાના બદલે ચાલકે નીચેના રસ્તેથી દારૂ ભરેલી ગાડી લઈ જવાનો પ્રયાસ કરતા રસ્તામાં બેસેલી ગાયોના કારણે રોકાઈ જવું પડ્યું હતું. સનેસ પોલીસ સ્ટેશન/વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન (Sanes Police Station) ની હદમાં દારૂ ભરેલી ગાડી બીનવારસી મુકીને ડ્રાઈવર સહિતના બે આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કરતા પીએસઆઈ એસ આર શર્મા અને તેમના સાથી કૉન્સ્ટેબલ જયદીપસિંહ ઝાલાએ એક આરોપીને દોડીને પકડી લીધો હતો. આ દરમિયાન અચાનક જ PSI Sachin R Sharma ની તબિયત લથડી હતી. SMC ની બીજી ટીમ આવતા પીએસઆઈ શર્મા માઢીયા ગામે એક સ્થાનિક ડૉક્ટર પાસે પહોંચ્યા હતા. બ્લડપ્રેશર લૉ હોવાનું જાણતા અને અચાનક ઉલટી થતાં ખાનગી કારમાં કૉન્સ્ટેબલને લઈને ભાવનગર શહેરની ખાનગી હૉસ્પિટલમાં પહોંચ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન કાર્ડિયાક એરેસ્ટ આવતાં તેમને ICU માં ખસેડાયા હતા તેમજ અન્ય ખાનગી હોસ્પિટલમાંથી નિષ્ણાત તબીબને સારવાર અર્થે બોલાવવામાં આવ્યાં હતાં. જો કે, સવારે સાતેક વાગ્યાના સુમારે હૉસ્પિટલના બિછાને સચિન શર્માએ શ્વાસ છોડી દીધાં હતાં.

PSI Sharma એ ક્યાં-ક્યાં નોકરી કરી?

સચિન આર. શર્મા વર્ષ 2016ની બેચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતાં. PSI S R Sharma એ નોકરીના આરંભની શરૂઆતમાં અમરેલી જિલ્લાના જુદાજુદા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવી હતી. તેમણે IPS Nirlipt Rai ના તાબામાં બે-ત્રણ વર્ષ સુધી અમરેલી જિલ્લામાં નોકરી કરી હતી. એપ્રિલ-2022માં નિર્લિપ્ત રાયની બદલી અમરેલી જિલ્લા ખાતેથી સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી તરીકે થઈ હતી. ત્યારબાદ નિર્લિપ્ત રાયે ટીમ એસએમસીમાં પીએસઆઈ સચિન શર્માનો સમાવેશ કર્યો હતો અને ત્યારથી તેઓ એસએમસીમાં ફરજ બજાવતાં હતાં.

મૂળ વતન હરિયાણા, ભાવનગરમાં સ્થાયી થયા હતા

પીએસઆઈ સચિન શર્મા મૂળ હરિયાણાના વતની છે અને વર્ષોથી તેમનો પરિવાર ભાવનગર ખાતે સ્થાયી થયો હતો. મૃતક સચિન શર્માના માતા, નાના ભાઈ ભાવનગર ખાતે રહે છે. જ્યારે સચિન શર્મા તેમના તેમના પત્ની, એક પુત્ર અને પુત્રી સાથે અમરેલી ખાતે રહેતાં હતાં. અત્રે નોંધનીય છે કે, મૃતક સચિન શર્મા ફૂટબૉલર હતાં.

આ પણ વાંચો :  UP વેપન લાયસન્સ રેકેટમાં પણ મુકેશ બામ્ભા આરોપી, Gujarat ATS ફરી કરશે ધરપકડ

Tags :
Bankim PatelBhavnagar CityGujarat FirstIPS Nirlipt RaiPSI S R SharmaSachin R Sharma PSISanes Police StationVelavadar-Bhal Police Station
Next Article