"માર મારવાનુ ષડયંત્ર રચનાર મુખ્ય આરોપી જયરાજ આહીર" Navneet Baldhia નું SIT સમક્ષ નિવેદન
- Navneet Baldhia Case: નવનીનભાઈ બાલધિયાએ SIT સમક્ષ નિવેદન આપ્યું
- "માર મારવાનુ ષડયંત્ર રચનાર મુખ્ય આરોપી જયરાજ આહીર"
- જયરાજ આહિર વિરુદ્ધના 15 પુરાવા SITને આપ્યા
Navneet Baldhia Case: બગદાણાના ચર્ચિત નવનીત બાલધિયા કેસમાં દરરોજ નવા વળાંકો આવી રહ્યા છે. આ કેસની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) હવે એક્શન મોડમાં આવી ગઈ છે. તાજેતરના અહેવાલ મુજબ ફરિયાદી નવનીતભાઈ બાલધિયા (Navneet Baldhia) ને રેન્જ IG ગૌતમ પરમારની ઓફિસ ખાતે વિશેષ નિવેદન નોંધાવવા માટે તેડું મોકલવામાં આવ્યું હતું, જ્યાં તેમણે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
SIT દ્વારા તેમની સતત 3 કલાક પૂછપરછ
નવનીતભાઈ બાલધિયા ભાવનગર રેન્જ IGની કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં SIT દ્વારા તેમની સતત ત્રણ કલાક સુધી સઘન પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછ દરમિયાન નવનીતભાઈએ તપાસ અધિકારીઓ સમક્ષ જણાવ્યું હતું કે, તેમના પર થયેલા હુમલા અને માર મારવાનું સંપૂર્ણ ષડયંત્ર રચનાર મુખ્ય સૂત્રધાર જયરાજ આહીર (Jayaraj Ahir) છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે જયરાજ આહીરના ઈશારે જ આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.
Navneet Baldhia Case: જયરાજ આહીર વિરુદ્ધ 15 જેટલા પુરાવાઓ સોંપ્યા
માત્ર મૌખિક આક્ષેપો જ નહીં, પરંતુ નવનીતભાઈ એ પોતાના દાવાને મજબૂત કરવા માટે SITને જયરાજ આહીર વિરુદ્ધ 15 જેટલા પુરાવાઓ સોંપ્યા છે. આ પુરાવાઓ આ કેસની દિશા બદલી શકે તેમ છે. નવનીતભાઈએ કહ્યું જે મેં પુરાવા આપ્યા છે તેના આધારે તપાસ થયા તો મુખ્ય આરોપી સુધી પહોંચી શકાય છે. આ અગાઉ ગત શનિવારે SIT દ્વારા આ કેસમાં સંડોવાયેલા બે પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ની પણ 9 કલાક સુધી મેરેથોન પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓની પૂછપરછ બાદ હવે ફરિયાદીનું નિવેદન અને પુરાવાઓ મળતા જયરાજ આહીરની મુશ્કેલીઓમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે.
બગદાણા નવનીત બાલધિયા કેસને લઈ મોટા સમાચાર
નવનીત બાલધિયાને રેન્જ IG ગૌતમ પરમારની ઓફિસનું તેડું
નવનીતભાઈને વિશેષ નિવેદન માટે IG ઓફિસ બોલાવાયા
SITએ નવનીત બાલધીયાનું ત્રણ કલાક સુધી નિવેદન નોંધ્યું
નવનીત બાલધીયાએ SIT સમક્ષ નિવેદનમાં કર્યા મોટા ખુલાસા#Bagdana #NavnitBaldhiya… pic.twitter.com/mRjWPRQb7f— Gujarat First (@GujaratFirst) January 19, 2026
Navneet Baldhia Case: આગામી દિવસોમાં મોટા ધરપકડના એંધાણ
SIT હવે નવનીતભાઈ બાલધિયા દ્વારા આપવામાં આવેલા ડિજિટલ અને દસ્તાવેજી પુરાવાઓની ખરાઈ કરી રહી છે. આ હાઈપ્રોફાઈલ કેસમાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓથી લઈને સ્થાનિક નેતાઓની સંડોવણી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે રેન્જ IG ગૌતમ પરમારના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી આ તપાસમાં આગામી દિવસોમાં મોટા ધરપકડના એંધાણ વર્તાઈ રહ્યા છે.
Navneet Baldhia કેસ શું છે?
નવનીત બાલધિયા કેસ એ ભાવનગર જિલ્લાના બગદાણા (પ્રસિદ્ધ યાત્રાધામ ગુરુ આશ્રમ) સાથે જોડાયેલો એક ચર્ચિત અને સંવેદનશીલ મામલો છે. 29 ડિસેમ્બર 2025ની મોડી રાતે બગદાણા નજીક નવનીતભાઈ બાલધિયા (આશ્રમના સેવક, પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી) પર આઠ અજાણ્યા શખ્સોએ પાઈપ અને ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં તેમને માથા, હાથ-પગમાં ગંભીર ઈજાઓ, હાડકાં તૂટવા અને અન્ય નુકસાન થયું હતું. આ ઘટના મુંબઈમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના એક કાર્યક્રમમાં બગદાણા ટ્રસ્ટના "મેનેજિંગ ટ્રસ્ટી"ના ઉલ્લેખ પછી શરૂ થઈ, જેના પર નવનીતભાઈએ માયાભાઈને ફોન કરીને સુધારો કરાવ્યો (કારણ કે ટ્રસ્ટમાં એવું પદ નથી). ત્યારબાદ માયાભાઈના પુત્ર જયરાજ આહીર સાથે વાતચીત બાદ હુમલો થયો હોવાનો આરોપ લાગ્યો હતો. જેના કારણે સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો અને આરોપ-પ્રત્યારોપ થયા. પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી, SIT રચાઈ, PIની બદલી થઈ અને કેસમાં ગુનાહિત કાવતરાની કલમ ઉમેરાઈ. આ મામલો કોળી સમાજમાં ભારે રોષ પેદા કર્યો, ન્યાય માટે આત્મવિલોપનના પ્રયાસો થયા અને રાજકીય-સામાજિક વિવાદમાં ફેરવાયો, જે હજુ તપાસ ચાલુ જ છે.
આ પણ વાંચોઃ Navneet Baldhia Case: હવે નવનીત બાલધિયાને રેન્જ IG ગૌતમ પરમારની ઓફિસનું તેડું!, શું છે કારણ?


