Bhavnagar : વિચિત્ર ઘટના! ભાવનગરમાં 5 વર્ષીય બાળકનાં કાનમાંથી 15 વંદા નીકળ્યા!
અન્ય ઘટનામાં સાવરકુંડલામાં 8 વર્ષનાં બાળકની પાંપણમાંથી 28 જેટલી જૂ દેખાતા ડોક્ટર પણ આશ્ચર્યમાં મૂકાયા હતા.
Advertisement
- Bhavnagar માં 5 વર્ષનાં બાળક સાથે બની વિચિત્ર ઘટના
- બાળકનાં કાનમાંથી નીકળ્યો વંદો અને વંદાનાં બચ્ચા!
- ડોક્ટરે 15 જેટલા વંદા બાળકનાં કાનમાંથી બહાર કાઢ્યા
- સાવરકુંડલામાંથી પણ એક વિચિત્ર ઘટના સામે આવી
- 8 વર્ષનાં બાળકની પાંપણમાંથી 28 જૂ દેખાતા ડોક્ટર આશ્ચર્યમાં મુકાયા
ભાવનગર (Bhavnagar) અને સાવરકુંડલામાંથી (Savarkundla) વાલીઓને ચિંતામાં મૂકે એવા સમાચાર સામે આવ્યા છે. ભાવનગરમાં માત્ર 5 વર્ષનાં બાળકની સાથે વિચિત્ર ઘટના ઘટી છે. બાળકનાં કાનમાંથી વંદો અને તેનાં બચ્ચા નીકળ્યા હોવાનો બનાવ બન્યો છે. સણોસરા ગામની ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરે બાળકનાં કાનમાંથી 15 જેટલા વંદા (Cockroach) બહાર કાઢ્યા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બીજી તરફ સાવરકુંડલામાં 8 વર્ષનાં બાળકની પાંપણમાંથી 28 જેટલી જૂ દેખાતા ડોક્ટર પણ આશ્ચર્યમાં મૂકાયા હતા. 35 જેટલા ઈંડા પણ આંખની પાપણમાં જોવા મળ્યા હતા. બાળકને હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક સારવાર આપવામાં આવી છે.

