Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surendranagar: લીંબડી-અમદાવાદ હાઈવે પર ગેસ લાઈનમાં ભીષણ આગ, લોકોમાં મચી દોડધામ

સુરેન્દ્રનગરના લીંબડી-અમદાવાદ નેશનલ હાઈવે પર મીઠાપુર ગામ પાસે ગેસ લાઈનમાં લીકેજને કારણે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આકાશમાં ધુમાડાના ગોટેગોટા દેખાતા વાહનચાલકોમાં ભય વ્યાપ્યો હતો. ગેસ કંપની અને ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી ગેસ સપ્લાય બંધ કરી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.
surendranagar  લીંબડી અમદાવાદ હાઈવે પર ગેસ લાઈનમાં ભીષણ આગ  લોકોમાં મચી દોડધામ
Advertisement
  • Surendranagar: લીંબડી-અમદાવાદ નેશનલ હાઈવે પર લાગી આગ
  • મીઠાપુર ગામ પાસે ગેસ લાઈનમાં લાગી આગ
  • ગેસ લાઈનમાં લીકેજને કારણે આગ લાગી હોવાનું અનુમાન

Surendranagar:  સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ નેશનલ હાઈવે પર આજે એકાએક ભીષણ આગ (Massive Fire) ફાટી નીકળતા સમગ્ર પંથકમાં ભય અને દોડધામ મચી ગઈ હતી. હાઈવે પર મીઠાપુર ગામના પાટિયા પાસે પસાર થતી ગેસ પાઈપલાઈનમાં અચાનક આગ લાગવાને કારણે વાહન વ્યવહાર અને સ્થાનિકોમાં ફફટાટ વ્યાપી ગયો હતો. હાલ આ પર કાબૂ મેળવાયો છે.

Surendranagar: લીકેજને કારણે ભભૂકી આગ

પ્રાથમિક વિગતો મુજબ મીઠાપુર ગામ પાસે જમીનમાંથી પસાર થતી મુખ્ય ગેસ લાઈનમાં કોઈ કારણસર લીકેજ (Leakage) થયું હોવાનું અનુમાન છે. ગેસના દબાણ અને ઘર્ષણને કારણે આ લીકેજે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળાઓ એટલી તીવ્ર હતી કે આસપાસના વિસ્તારમાં ગરમીનું પ્રમાણ વધી ગયું હતું અને લોકો સલામત સ્થળે દોડી ગયા હતા.

Advertisement

ધુમાડાના ગોટેગોટાથી વાહનચાલકોમાં ફફડાટ

આગ લાગ્યા બાદ આકાશમાં કાળા ધુમાડાના (Clouds of Smoke) ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા, જે ઘણા કિલોમીટર દૂરથી પણ દેખાયા હતા. હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોમાં ડરનો માહોલ (Atmosphere of Fear) જોવા મળ્યો હતો, જેને પગલે હાઈવે પર થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.

Advertisement

 ફાયર વિભાગ ઘટનાસ્થળે

ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક લોકોએ તાત્કાલિક ગેસ કંપનીના અધિકારીઓ અને ફાયર ફાઇટર (Fire Fighters) ટીમને જાણ કરી હતી. ગેસ કંપનીની ટેકનિકલ ટીમે ઘટનાસ્થળે પહોંચી ગેસનો પુરવઠો (Gas Supply) બંધ કરવાની કામગીરી હાથ ધરી હતી જેથી આગ પર કાબૂ મેળવી શકાય. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ પરિસ્થિતિને નિયંત્રણમાં (Under Control) લીધી હતી. સદનસીબે, આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.

આ પણ વાંચોઃ Bhavnagar: ઉમણીયાવદર ગામમાં ચૂંટણીનો બહિષ્કારના ચીમકી, હાઈવે પર 'કટ' મુદ્દે ભારોભાર રોષ

Tags :
Advertisement

.

×