Bhavnagar : સગ્ગા દીકરા અને તેની પત્નીએ મિલકત માટે માતા-પિતાની હત્યા કરી, સળગેલા મૃતદેહની પાછળ મોટી કહાની
- Bhavnagar ના તળાજામાં ડબલ મર્ડર કેસમાં ખુલાસો
- પોતાના જ દીકરાએ પોતાની પત્ની સાથે મળી કરી હત્યા
- બાર દિવસની તપાસ બાદ સત્ય બહાર આવ્યું
- અન્ય સંડોવાયેલા આરોપીઓની શોધખોળ ચાલુ
- મિલકત વિવાદને લઈ હત્યા કર્યુ હોવાનું આવ્યું સામે
Bhavnagar : તળાજાના (talaja) રામટેકરી વિસ્તારના એક મકાનમાંથી (house) સોની દંપતીના આગમાં ભૂંજાઈ ગયેલી હાલતે મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. અને ઘટનાને જોતા પ્રાથમિક રીતે હત્યાની આશંકા જાગી હતી. દરમિયાન મૃતક દંપતીનો પેનલ રિપોર્ટ (penal report) આવી પહોંચતા મૃતક દંપતીની હત્યા થયાનું ખુલ્યુ હતું. જેને લઈ પોલીસે તપાસ હાથ ધરતા રાજકોટમાં રહેતા તેના સગા દીકરા અને પુત્રવધુએ પિતાની ગળુ દબાવી અને માતાની પણ ઈજા પહોંચાડી મોત નિપજાવ્યાનું બહાર આવ્યુ હતું.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં રહસ્ય ખુલ્યું
જેને લઈ મૃતક બહેનના સુરત રહેતા ભાઈએ તેના ભાણેજ અને ભાણેજ વહુ સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસે હાલ પુત્ર અને પુત્રવધુને હસ્તગત કરી અન્ય આરોપી સંડોવાયેલા હોવાની શંકાને લઈ પૂછપરછ હાથ ધરી છે. આ બનાવમાં મૃતક દંપતીના પુત્ર અને પુત્રવધુ વિમલભાઈ કિશોરભાઈ વૈઠા હેતલબેન કિશોરભાઈ વૈઠા વિરુદ્ધ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તળાજામાં ગોપાલ વોચ અને જય ગોપાલ જ્વેલર્સ નામે પેઢી ધરાવતા સોની પરિવારના કિશોરભાઈ વેલજીભાઈ વૈઠા અને તેના પત્નિ રેખાબેનનો ગત તા.19 એપ્રિલના રોજ તેમના ઘરે બેડરૂમમાં અર્ધસળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
Bhavnagar : તળાજા પોલીસે ગુનો નોંધી તપાસ કરી શરૂ
વિમલ પોતાના પિતા કિશોરભાઈ પાસે રૂપિયાની વારંવાર માગણી કરતો હતો. વિમલ ઉપર દેવું વધી જતાં મકાન, દુકાન અને માતા રેખાબેનના ઘરેણાં વેચીને પણ રૂપિયા આપવાની માગણી કરતો હતો. તેને લઈ અવાર નવાર ઝઘડા થતા હતા. તેથી મિલકત પચાવી પાડવા માટે સગ્ગા દીકરાએ માતા-પિતાની હત્યા કરી, બાદમાં લાશ સળગાવી દીધાનો આરોપ લગાવ્યો છે. હાલ અન્ય સંડોવાયેલા આરોપીઓની શોધખોળ ચાલુ છે. આ ઘટનાએ સમાજને હચમચાવી નાખ્યો છે અને પરિવારના સંબંધો પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
આ પણ વાંચો : ધંધુકા હત્યા કેસ: યુવકની હત્યા બાદ પ્રશાસન એક્શનમાં


