Bhavnagar: શિક્ષકે આચાર્ય સામે નોંધાવી ફરિયાદ, 13 વર્ષથી માનસિક ત્રાસનો આક્ષેપ
- Bhavnagar: સામાન્ય રજા આપવા મુદ્દે બંને વચ્ચે થઈ હતી તકરાર
- શિક્ષિકાના પતિને પણ લાફા માર્યા હોવાનો આરોપ
- આચાર્ય પર શિક્ષિકાનો 13 વર્ષથી માનસિક ત્રાસનો આક્ષેપ
Bhavnagar: ભાવનગરમાં શિક્ષકે આચાર્ય સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં આચાર્ય પર શિક્ષકે લાફા મરવાનો આરોપ લગાવ્યો છે. સામાન્ય રજા આપવા મુદ્દે બંને વચ્ચે તકરાર થઈ હતી. તેમાં શિક્ષિકાના પતિને પણ લાફા માર્યા હોવાનો આરોપ છે. આચાર્ય પર શિક્ષિકાનો 13 વર્ષથી માનસિક ત્રાસનો આક્ષેપ છે. ચિત્રા વસ્ત્રમાં આવેલ શાળા નંબર 53 ની શિક્ષિકા પ્રીતિબેન ડોડીયાને આચાર્યએ લાફા માર્યાના કિસ્સો સામે આવ્યો છે.
આચાર્ય છેલ્લા 13 વર્ષથી શિક્ષિકાને માનસિક ત્રાસ આપે છે
પુનિત ઉપાધ્યાય નામાનાં આચાર્ય છેલ્લા 13 વર્ષથી શિક્ષિકાને માનસિક ત્રાસ આપે છે. જેમાં સામાન્ય રાજા આપવા જેવી નજીવી બાબતે આચાર્યે લાફા માર્યા છે. તથા પ્રીતિબેનના ચરિત્ર ઉપર લાંછન લગાડી અપશબ્દો બોલતા શિક્ષકાનું બી.પી વધ્યુ હતુ. શિક્ષિકાએ પતિને બોલાવ્યા તો પતિને પણ લાફા માર્યા હતા. તેથી શિક્ષકા પ્રીતિબેન 112 ઉપર ફોન કરી પોલીસને બોલાવા મજબૂર બન્યા હતા. જેમાં શિક્ષિકાએ આચાર્ય સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
Bhavnagar માં શિક્ષકે આચાર્ય સામે નોંધાવી ફરિયાદ | Gujarat First
આચાર્ય પર શિક્ષકનો લાફા મારવાનો કર્યો આરોપ
સામાન્ય રજા આપવા મુદ્દે બંને વચ્ચે થઈ હતી તકરાર
શિક્ષિકાના પતિને પણ લાફા માર્યા હોવાનો આરોપ
આચાર્ય પર શિક્ષિકાનો 13 વર્ષથી માનસિક ત્રાસનો આક્ષેપ#Gujarat #Bhavnagar… pic.twitter.com/J5mfbEf1No— Gujarat First (@GujaratFirst) December 26, 2025
Bhavnagar: શાળામાં નોકરી કરતા હેતલબેન ભેડા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
શહેરના આખલોલ જકાતનાકા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા નં.53માં સીએલ રજિસ્ટરમાં ચડાવવા મુદ્દે બે શિક્ષિકાઓ વચ્ચે થયેલી બોલા ચાલી બાદ મામલો આચાર્ય પાસે પહોંચ્યો હતો. જ્યાં આચાર્યએ તેમની શાળામાં નોકરી કરતા શિક્ષક દંપતિને અપશબ્દો કહી ધમકી આપ્યાનો બનાવ બન્યો હતો. બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકમાં શાળાના આચાર્ય અને અન્ય એક શિક્ષિકા સામે ફરિયાદ નોંધાઈ છે. શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા અને આખલોલ જકાતનાકા મહાદેવનગર ખાતે આવેલી શ્રી પ્રમુખ સ્વામી મહારાજ પ્રાથમિક શાળા નં.53માં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રિતીબેન દિલિપસિંહ ચૌહાણે બોરતળાવ પોલીસ મથકમાં શાળાના આચાર્ય પુનિત ઉપાધ્યાય અને તથા શાળામાં નોકરી કરતા હેતલબેન ભેડા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
બોરતળાવ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
બપોરે તેઓ નોકરીએ શાળામાં જઈ રજીસ્ટરમાં સહી કરતા હતા ત્યારે તેમની શાળામાં નોકરી કરતા હેતલબેન ભેડાએ તેમની પાસે આવી તેમને રજિસ્ટરમાં અડધી સીએલ રજા ઉધારવાની બાકી હોવાનું જણાવ્યું હતું, જે બાબતે તેઓ આચાર્ય સાથે વાત કરી લેશે તેમ જણાવતા હેતલબેને તેમને અપશબ્દો કહ્યાં હતા. જે બાદ હેતલબેને આચાર્યને ચડામણી કરતા આચાર્યએ મિટિંગ કરી બધા શિક્ષકોની વચ્ચે તેમને તથા શાળામાં તેમની સાથે નોકરી કરતા તેમના પતિને અપશબ્દો કહ્યાં હતા. જે બાદ બપોર પછી તેમના પતિ શાળાએ આવી તેઓ બન્ને આચાર્યના સમજાવવા જતાં ઉશ્કેરાઈને અપશબ્દો કહી તેમના પતિને લાફા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે બોરતળાવ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: Gujarat BJP સંગઠનને લઈ સૌથી મહત્વના સમાચાર આવ્યા


