Bhavnagar : કોઝવે તૂટતાં કાળુભાર નદીનું પાણી ફરી વળ્યું, જીવના જોખમે લોકો રસ્તો પસાર કરવા મજબૂર
- Bhavnagar નાં ભાણગઢ ગામની પરિસ્થિતિ દયનીય બની
- સિહોર તાલુકાનાં ભાણગઢ ગામમાં જીવના જોખમે લોકો રસ્તો પસાર કરવા મજબૂર
- ગામનો મુખ્ય કોઝવે તૂટી જતાં પાણીથી ભરાયો, બોટનો ઉપયોગ કરવા લોકો મજબૂર
- કોન્ટ્રાક્ટરે કામ અધૂરું છોડતાં ગામલોકો પરેશાન થયા
- બ્રિજ બનાવવાની કામગીરી શરૂ થવાનું અધિકારીનું રટણ
Bhavnagar : ભાવનગરનાં સિહોર તાલુકાના ભાણગઢ ગામનાં (Bhangadh village) લોકો આજે પણ પ્રાથમિક સુવિધાઓનાં અભાવે દયનીય સ્થિતિમાં જીવન જીવવા માટે મજબૂર બન્યા છે. ગામનો મુખ્ય કોઝવે (Causeway) તૂટી ગયો હોવાથી ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગત વર્ષે કોન્ટ્રાક્ટર દ્વારા થોડા અંશે કામ શરૂ કરાયું હતું પરંતુ, બાદમાં કામ અધૂરું છોડાતા ગ્રામજનો લાંબા સમયથી બોટનો ઉપયોગ કરીને રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે. જો કે, આ બાબતે જ્યારે જિલ્લા પંચાયતનાં માર્ગ-મકાનનાં અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું , કે હવે ટૂંક જ સમયમાં સાડા 5 કરોડનાં ખર્ચે બ્રિજ બનાવવાની કામગીરી ફરી શરૂ થઈ જશે.
આ પણ વાંચો - Vadodara : Reel બનાવવા માટે યુવક મોબાઇલ ટાવર પર ચઢી ગયો, પછી..!
Bhavnagar નાં ભાણગઢ ગામનો મુખ્ય કોઝવે તૂટી જતાં પાણીથી ભરાયો, લોકોને હાલાકી
ભાવનગર જિલ્લાના (Bhavnagar) સિહોર તાલુકાના ( Sihor) ભાણગઢ ગામનાં લોકો હાલ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી ગામનો મુખ્ય કોઝવે તૂટેલી હાલતમાં હોવાથી ગ્રામજનો બોટનો ઉપયોગ કરીને રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે. ગત વર્ષે કોન્ટ્રાક્ટર દ્વારા થોડું કામ શરૂ કરાયું હતું પરંતુ, કોન્ટ્રાક્ટરે કામ અધૂરું છોડતાં ગામલોકો પરેશાન થયા છે. માહિતી અનુસાર, ભાણગઢ ગામથી પાળીયાદ જવાનાં માર્ગ પર આ કોઝવે આવેલો છે જે તૂટી જતાં કાળુભાર નદીનું પાણી આવતા આ પરિસ્થિતિ સર્જાઈ છે.
આ પણ વાંચો - Surat : ભેસ્તાનમાં નજીવી બાબતમાં તલવારનાં ઘા ઝીંકી 18 વર્ષીય યુવકની હત્યા
બ્રિજ બનાવવાની કામગીરી શરૂ થવાનું અધિકારીનું રટણ
જણાવી દઈએ કે, હાલ ભાણગઢ ગામની (Bhangadh village) વસ્તી 500 થી વધુ છે, જેઓ પાળીયાદ, દેવળીયા, વલભીપુર જવા માટે બોટનો ઉપયોગ કરી રહ્યા છે. આ બાબતે જ્યારે જિલ્લા પંચાયતનાં માર્ગ-મકાનનાં અધિકારી સાથે વાત કરવામાં આવી તો તેમણે બ્રિજ બનાવવાની કામગીરી શરૂ થવાનું રટણ કરતા જણાવ્યું હતું કે, હવે ટૂંક જ સમયમાં સાડા 5 કરોડનાં ખર્ચે બ્રિજ બનાવવાની કામગીરી ફરી શરૂ થઈ જશે. જો કે, આ બ્રિજ નિર્માણમાં કેટલો સમય લાગશે તે હવે જોવાનું રહ્યું.
આ પણ વાંચો - Ahmedabad Rave Party Update : 13 નાઇજિરિયન સહિત 20 લોકોની ધરપકડ, મુખ્ય આયોજનકર્તા પણ પકડાયો