Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમની વિગત
- Amit Shah Gujarat Visit: ભાવનગરમાં ભાજપના કાર્યાલયનું કરશે ઉદ્ઘાટન
- ભાવનગરની નારી ચોકડી ખાતે અમિતભાઈની સભા
- પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ પણ રહેશે હાજર
Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે છે. જેમાં ભાવનગરમાં ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. તથા ભાવનગરની નારી ચોકડી ખાતે અમિતભાઈની સભા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ પણ હાજર રહેશે. તથા 25 હજારથી વધુ ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહેશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાત પ્રવાસે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાત પ્રવાસે છે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સૌરાષ્ટ્ર અને કચ્છનો પ્રવાસ ખેડશે. જો કે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ ગુજરાતમાં યોજાવાની છે. જેથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સૌરાષ્ટ્રની મુલાકાત વિશેષ જોવામાં આવી રહી છે. આજે બપોરે 2:00 વાગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ભાવનગરમાં પધારશે. ભાવનગર ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સાથે ભાજપના કાર્યાલયનું લોકાર્પણ સમારોહમાં ઉપસ્થિત રહેશે.
Amit Shah Gujarat Visit: ભુજમાં બીએસએફ ગ્રાઉન્ડ ખાતે પરેડ પણ યોજાવાની છે
ભાવનગરમાં નારી ચોકડી ખાતે જિલ્લા ભાજપ કાર્યાલય નિર્માણ થયું છે જેનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બીએસએફ દિવસની ઉજવણીમાં સહભાગી થવાના છે. 21 નવેમ્બરના રોજ ભુજ ખાતે બીએસએફની હીરક જયંતિ સમારોહ યોજાવાનો છે. આ હીરક જયંતિ સમારોહમાં 176 બટાલિયનની ભુજમાં બીએસએફ ગ્રાઉન્ડ ખાતે પરેડ પણ યોજાવાની છે.
ભાજપના કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના અધ્યક્ષતામાં બીએસએફના સ્થાપના દિવસની ઉજવણીમાં સહભાગી થવાના છે. બીએસએફ દિવસની ઉજવણી પૂર્ણ કરીને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સીધા મોરબી ખાતે પ્રવાસ કરવાના છે. મોરબી જિલ્લામાં નિર્માણ પામેલા ભાજપના કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો: Bihar: Nitish Kumar વિશે જાણે કેટલીક જાણી અજાણી મહત્વની વાતો


