Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar News: દીકરી બોલતી કરવાના નામે મહિલાએ કરી 86 હજારની ઠગાઈ

ભાવનગરમાં માતાજીના નામે ધૂણી અને દીકરીને સાજી કરવાના બહાને માધુરીબેન પરમાર નામની મહિલાએ એક પરિવારને વિશ્વાસમાં લઈને રૂ. 86,000ની છેતરપિંડી કરી હતી. ગળ્યું પાણી પીવડાવીને વિશ્વાસ જીતનાર આ મહિલાએ સોના-ચાંદીના દાગીના અને રોકડ પડાવી લીધા હતા. ફરિયાદીની ફરિયાદના આધારે ભાવનગર એલસીબીએ આરોપી મહિલાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
bhavnagar news  દીકરી બોલતી કરવાના નામે મહિલાએ કરી 86 હજારની ઠગાઈ
Advertisement

Bhavnagar News: ભાવનગરમાં અંધશ્રદ્ધા અને માતાજીના નામના ખોટા દંભનો આશરો લઈ એક મહિલાએ સામાન્ય પરિવારને નિશાન બનાવીને છેતરપિંડી આચરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી મહિલા માધુરીબેન પરમાર ફરિયાદીના ઘરે પહોંચી હતી અને માતાજીની માનતા હોવાનું કહીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. ફરિયાદીએ પૂછતા આ મહિલાએ યથાશક્તિ રોકડા, શ્રીફળ અને ચુંદડીની માંગણી કરી હતી, જેના બદલામાં ફરિયાદીએ રૂ. 50 આપ્યા હતા.

'દિકરી મહિનામાં બોલતી થઈ જશે'

આરોપી મહિલાએ પોતાની કુશળતાથી ફરિયાદીની દીકરી માનસિક અસ્વસ્થ છે તેવી વાત જાણી લીધી અને તેનો લાભ ઉઠાવવાનું નક્કી કર્યું. ફરિયાદીના વિશ્વાસને જીતવા માટે આરોપી મહિલાએ ત્યાં જ ધૂણવાનો ઢોંગ શરૂ કર્યો હતો. એટલું જ નહીં, તેણે સેક્રીન અને સુગર મિશ્રિત ગળ્યું પાણી પીવડાવીને ફરિયાદીને પૂરેપૂરા વિશ્વાસમાં લઈ લીધા હતા. આ પ્રક્રિયા બાદ આરોપીએ વિશ્વાસ અપાવ્યો હતો કે તેમની દીકરી એક જ મહિનામાં બોલતી થઈ જશે.

Advertisement

ફરિયાદી પાસેથી સોના-ચાંદી સહિત 86 હજારની કરી છેતરપીંડી

આ ખોટી આશા અને વિશ્વાસનો લાભ લઈને આરોપીએ ફરિયાદી પાસેથી સોના-ચાંદીના દાગીના અને રૂ. 21,000 રોકડા મળીને કુલ રૂ. 86,000ની છેતરપિંડી (Fraud) કરી હતી. જ્યારે ફરિયાદીને આ બાબતે શંકા ગઈ ત્યારે સમગ્ર મામલાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી. આ ગંભીર બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ભાવનગર (Bhavnagar) લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) ની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને આરોપી માધુરીબેન પરમારની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચોઃ Bhavnagar: સહકારી મંડળીઓને ઇન્કમ ટેક્સની 150 કરોડની નોટિસથી આક્રોશ

Tags :
Advertisement

.

×