Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Bhavnagar: દરગાહ નજીક ખૂની ખેલ, ચાર શખ્સો તીક્ષ્ણ હથિયારો લઇને યુવક પર તૂટી પડ્યાં, જૂની અદાવતનો બદલો કે અન્ય કારણ?

ભાવનગર (Bhavnagar) શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. ત્યારે અસામાજિક તત્વો તીક્ષ્ણ હથિયારો સાથે શહેરના રાજમાર્ગો પર ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને હત્યા જેવી ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે ભાવનગરમાં ફરી એકવાર હત્યાનો બનાવ સામે આવ્યો છે. તરસમિયા ગામે તરસમિયા ખારસી રોડ પર પીરની દરગાહ નજીક તીક્ષ્ણ હથિયારથી યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
bhavnagar  દરગાહ નજીક ખૂની ખેલ  ચાર શખ્સો તીક્ષ્ણ હથિયારો લઇને યુવક પર તૂટી પડ્યાં  જૂની અદાવતનો બદલો કે અન્ય કારણ
Advertisement
  • ભાવનગરના (Bhavnagar) તરસમિયા ગામે હત્યાનો બનાવ
  • તીક્ષ્ણ હથિયારના ઘા મારી યુવકની હત્યા કરી દેવાઈ
  • સુરેશભાઈ ડાભીની કરુણ હત્યા કરી નાખવામાં આવી
  • માલણકા ગામના ચાર શખ્સોએ હથિયારથી હુમલો કર્યો
  • હુમલામાં વિપુલ બારૈયા સંડોવાયેલ હોવાની શંકા
  • પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી

ભાવનગર (Bhavnagar) શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. ત્યારે અસામાજિક તત્વો તીક્ષ્ણ હથિયારો સાથે શહેરના રાજમાર્ગો પર ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને હત્યા જેવી ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે ભાવનગરમાં ફરી એકવાર હત્યાનો બનાવ સામે આવ્યો છે. ભાવનગર જિલ્લાના તરસમિયા ગામે તરસમિયા ખારસી રોડ પર પીરની દરગાહ નજીક તીક્ષ્ણ હથિયારથી યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું છે. મૃતકનું નામ સુરેશભાઈ બુધાભાઈ ડાભી છે, જે તરસમિયા ગામના રહેવાસી હતા.

Attack on youth in Bhavnagar-Gujarat first

Advertisement

ભાવનગરના (Bhavnagar) તરસમિયા ગામે યુવકની કરુણ હત્યા

મળતી માહિતી મુજબ માલણકા ગામના ચાર શખ્સોએ સુરેશભાઈ ડાભી પર અચાનક હુમલો કર્યો હતો. આ ચારેય આરોપીઓએ તીક્ષ્ણ હથિયારો વડે ઘા ઝીંકીને સુરેશભાઈને ગંભીર ઈજા પહોંચાડી હતી. ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ હુમલામાં વિપુલ બારૈયા નામના વ્યક્તિની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે આ અંગેની પુષ્ટિ થયેલી નથી.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો છે અને ઘટનાની તપાસ હાથ ધરી છે. આરોપીઓની ધરપકડ માટે પોલીસની ટીમો કાર્યરત થઈ ગઈ છે.

Advertisement

હુમલાનું કારણ શું છે?

હુમલાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ જૂની અદાવત કે વ્યક્તિગત વૈમનસ્ય હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ ઘટનાએ તરસમિયા અને આસપાસના ગામોમાં ભય અને આક્રોશનો માહોલ સર્જ્યો છે. મૃતક સુરેશભાઈના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે, અને ગામમાં માતમ છવાયો છે.સ્થાનિક રહેવાસીઓએ આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે.

Attack on youth in Bhavnagar-Gujarat first

પોલીસે હાથ ધરી તપાસ

પોલીસના જણાવ્યા મુજબ આ ઘટનાની ઊંડી તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં આરોપીઓને ઝડપી લેવામાં આવશે.આ પ્રકારની હિંસાના બનાવો જિલ્લામાં ચિંતાનો વિષય બની રહ્યા છે.

આ પણ વાંચો :  BZED કૌભાંડમાં નવો વળાંક : ભુપેન્દ્ર ઝાલાના પિતાની ધરપકડ, જામીન અરજી પર ચુકાદો અનામત

Tags :
Advertisement

.

×