Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Botad Koli Samaj ના યુવાનોનો ઐતિહાસિક નિર્ણય: મોભી ગુમાવનાર પરિવારને અપાશે 5 લાખ રૂપિયાની આર્થિક સહાય

Jivan Sahay Yojana: બોટાદમાં કોળી સમાજના (Koli Samaj) યુવાનો દ્વારા સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં 'સામાજિક જીવન સહાય યોજના' શરૂ કરવામાં આવી છે. સમાજના અગ્રણી પ્રવીણભાઈ કોળી સહિતના કાર્યકરોની આ પહેલ હેઠળ 1,000 સભ્યોનું ગ્રુપ બન્યું છે. પરિવારના મોભીનું કુદરતી કે અકસ્માતે અવસાન થતાં સભ્યદીઠ 500 રૂપિયા એકત્ર કરી પીડિત પરિવારને 5 લાખ રૂપિયાની સહાય અપાશે.
botad koli samaj ના યુવાનોનો ઐતિહાસિક નિર્ણય  મોભી ગુમાવનાર પરિવારને અપાશે 5 લાખ રૂપિયાની આર્થિક સહાય
Advertisement
Botad Koli Samaj: સૌરાષ્ટ્રની ધીંગી ધરા પરથી સામાજિક સમરસતા અને પરસ્પર સહયોગનું એક અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું છે. બોટાદ જિલ્લામાં કોળી સમાજના (Koli Samaj) જાગૃત યુવાનોએ એકત્રિત થઈને સમાજના જરૂરિયાતમંદ પરિવારો માટે 'સામાજિક જીવન સહાય યોજના' શરૂ કરવાનો ઐતિહાસિક અને સરાહનીય નિર્ણય લીધો છે. જ્યારે કોઈ સામાન્ય કે ગરીબ પરિવાર પોતાના ઘરના મુખ્ય કમાનાર મોભીને ગુમાવે છે ત્યારે તે પરિવાર આર્થિક અને સામાજિક રીતે ભાંગી પડતો હોય છે. આવા કપરા સંજોગોમાં તે પરિવારને આર્થિક ટેકો પૂરો પાડવા માટે આ વિશેષ મિત્ર મંડળની સ્થાપના કરવામાં આવી છે.

પ્રવીણભાઈ કોળી સહિતના યુવા અગ્રણીઓની દીર્ઘદ્રષ્ટિ

કોળી સમાજના યુવા અગ્રણી પ્રવીણભાઈ કોળી (Pravin Koli) તેમજ અન્ય સેવાભાવી યુવા કાર્યકરો દ્વારા આ સમગ્ર અભિયાનનું નેતૃત્વ લેવામાં આવ્યું છે. સામાજિક ઉત્તરદાયિત્વ (Social Responsibility) સમજીને યુવાનોએ વિચાર્યું કે માત્ર વાતો કરવાને બદલે કોઈ ચોક્કસ આર્થિક સુરક્ષા કવચ ઊભું કરવું જોઈએ. આ વિચાર સાથે તેમણે એક સુવ્યવસ્થિત ગ્રુપની રચના કરી છે, જેમાં દિનેશભાઇ જાદવ, ડો હરેશભાઇ મકવાણા, ભરતભાઇ ઠાકોર, ચંદુભાઇ સોલંકી સહિત 1,000 જેટલા અગ્રણીઓ જોડાઈ ચૂક્યા છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય દુઃખની ઘડીમાં પરિવારજનોને આત્મસન્માન સાથે જીવવાનો સહારો આપવાનો છે.

કેવી રીતે કામ કરશે આ આર્થિક સહાય મોડેલ?

આ પહેલનું ફંડિંગ મોડેલ અત્યંત પારદર્શક અને સરળ બનાવવામાં આવ્યું છે. જ્યારે પણ સમાજના કોઈ સભ્ય અથવા પરિવારના મુખ્ય મોભીનું અકસ્માતમાં કે કુદરતી રીતે નિધન થશે, ત્યારે ગ્રુપમાં જોડાયેલા તમામ 1,000 સભ્યો પાસેથી વ્યક્તિદીઠ માત્ર 500 રૂપિયાનો સ્વૈચ્છિક ફાળો એકત્રિત કરવામાં આવશે. આ રીતે તુરંત જ 5 લાખ રૂપિયાનું વિશાળ ભંડોળ એકઠું થશે, જે સીધું જ શોકગ્રસ્ત પરિવારને અર્પણ કરવામાં આવશે. આ રકમથી પરિવાર પર આવી પડેલા આકસ્મિક આર્થિક સંકટને હળવું કરી શકાશે અને બાળકોના શિક્ષણ કે ભવિષ્યના નિર્વાહમાં મોટી મદદ મળશે.

2,000 સભ્યો જોડવાનો મહત્વકાંક્ષી લક્ષ્યાંક

આયોજકોના જણાવ્યા મુજબ, હાલ આ ગ્રુપમાં 1,000 સભ્યો જોડાઈ ગયા છે, પરંતુ આગામી સમયમાં આ નેટવર્કને વિસ્તારીને 2,000 સભ્યો સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક (Target) રાખવામાં આવ્યો છે. સભ્યોની સંખ્યા વધતાં સહાયની રકમમાં વધારો થઈ શકશે અથવા સભ્યો પર ફાળાનો બોજ વધુ હળવો કરી શકાશે. આ પ્રકારના સંગઠિત પ્રયાસથી સમાજના છેવાડાના માનવીને પણ એ વિશ્વાસ બેસે છે કે મુસીબતના સમયે સમગ્ર સમાજ તેની પડખે ઊભો છે.

અન્ય સમાજો માટે બન્યા પ્રેરણારૂપ

કોળી સમાજના યુવાનો દ્વારા શરૂ કરવામાં આવેલી આ માનવતાવાદી પહેલની સમગ્ર બોટાદ પંથકમાં ભારોભાર પ્રશંસા થઈ રહી છે. કોઈપણ સરકારી ગ્રાન્ટ કે બાહ્ય મદદ વગર, માત્ર પરસ્પર સહકારના સહારે ઊભી કરાયેલી આ વ્યવસ્થા અન્ય જ્ઞાતિઓ અને સમાજો માટે પણ એક ઉત્તમ પથદર્શક સાબિત થઈ રહી છે. વિપત્તિના સમયે સાચો મિત્ર અને સાચો સમાજ બનીને ઊભા રહેવાનો બોટાદના યુવાનોનો આ અભિગમ સાચા અર્થમાં સરાહનીય છે.

સામાજિક જીવન સહાય યોજનાનો હેતુ અને નિયમો

જીવન સહાય યોજનામાં સભ્યના અવસાન સમયે તેના પરીવારને સહાય પહોંચાડવાનો હેતુ છે.
1. આ યોજનામાં કુલ 1000 સભ્યો રાખવામાં આવશે.
2. આ યોજનામાં સભ્યપદ મેળવનાર સભ્યનું જ કોઇ પણ કારણો સર અવસાન થાય તો લાભ મળવાપાત્ર રહેશે.
3. આ યોજનામાં સામેલ કોઇ સભ્યનું અવસાન થાય ત્યારે તે સભ્ય સીવાય બાકીના સભ્યોએ અવસાન પામનાર સભ્યને સહાય પેટે રૂ.500 જમા કરાવવાના રહેશે.
4. એકત્ર થયેલ રકમ અવસાન પામેલ વ્યક્તિના વારસદારને આપવામાં આવશે. (મોડામાં મોડુ 07 -દિવસ સુધીમાં)
5. અવસાનની માહિતી મળ્યા પછી તમામ સભ્યએ 05-દિવસમાં રૂ.500 જમા કરાવવાના રહેશે.
6. 18 થી 50 -વર્ષ ઉંમર ધરાવતાં વ્યક્તિઓને આ યોજનામાં સભ્યપદ મળવાપાત્ર છે.
7. આ યોજના 1000 સભ્ય પૂર્ણ થયા બાદ અમલમાં આવે છે અને તેની દરેક સભ્યને જાણ કરવામાં આવે છે.
8. આ યોજનામાં સભ્યપદ મેળવ્યાના 100 દિવસ બાદ જ આ યોજનાનો લાભ મળશે.
9. કોઇપણ વિવાદ ઉભો થાય તો યોજનાની વ્યવસ્થાપક સમિતિનો નિર્ણય અંતિમ ગણાશે.
10. આ વ્યવસ્થાપક સમિતિ ઓછામાં ઓછા ૦5-સભ્યોની રહેશે.
11. યોજનામાં સમિતીના બહુમતથી નિયમોમાં ફેરફાર કરી શકાશે.
12. યોજનામાં સભ્યપદ મેળવનાર દરેક સભ્યને તમામ સભ્યોની તેમજ યોજનામાં લાવવામાં આવનાર નવીનતા અંગેની જાણકારી Whats App ગ્રુપ દ્વારા મોકલવામાં આવશે.
Tags :
Advertisement

.

×