Ahmedabad ના બોપલ ગામમાં નરક જેવી સ્થિતિ, અમીધારા સોસાયટીમાં વરસાદી પાણી સાથે ડ્રેનેજનું પાણી ભરાતા લોકો ત્રાહિમામ
Ahmedabad શહેરના ઝડપથી વિકસી રહેલા પશ્ચિમ વિસ્તાર બોપલગામમાં વરસાદ બંધ થયા બાદ પણ લોકોની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. બોપલગામ ખાતે આવેલી જાણીતી અમીધારા સોસાયટીમાં ભારે વરસાદના પગલે ભરાયેલા પાણી હજુ પણ યથાવત છે, જેના કારણે રહીશોનું જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. ગઈકાલે સાંજે પડેલા વરસાદના પાણી હજુ સુધી ઓસર્યા નથી, અને પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે.
Advertisement
Ahmedabad : બોપલમાં મુશ્કેલીમાં ત્યારે વધારો થયો જ્યારે વરસાદી પાણી સાથે ભૂગર્ભ ગટર (ડ્રેનેજ) નું ગંદુ પાણી પણ ભરાઈને સોસાયટીની અંદર અને મકાનોની આસપાસ ફરી વળ્યું. વરસાદી પાણી અને ડ્રેનેજના પાણીના મિશ્રણના કારણે સમગ્ર વિસ્તારમાં ભયંકર અને અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ છે. સોસાયટીના રહીશો માટે ઘરની બહાર નીકળવું પણ દુષ્કર બની ગયું છે. ગંદા પાણીના ભરાવાના કારણે રોગચાળો ફાટી નીકળવાની પૂરી શક્યતા છે, જેનાથી નાના બાળકો અને વડીલોની તબિયત બગડવાની ચિંતા સતાવી રહી છે.

