Ahmedabad Breaking News : અમદાવાદના નહેરુનગરમાં નિવૃત Dysp એ કરેલા ફાયરિંગથી લઈ વાંચો તેની Inside Story
Ahmedabad Breaking News : શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની સ્થિતિ પોલીસના હાથમાં જ હોય છે અને આ નિવૃત ડીવાયએસપીને જાણે કાયદો જ ના નડતો હોય તેમ તેમણે જાહેરમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ ગઈકાલે નહેરૂનગર વિસ્તારમાં કર્યું હતુ અને સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ કરી આજે નિવૃત ડીવાયએસપી તેમની દીકરી અને પુત્રને પોલીસ કોર્ટમાં રજૂ કરશે અને વધુ રિમાન્ડ માટે માંગણી પણ કરશે.
રાણીપ પોલીસ સ્ટેશનમાં અગાઉ ફરિયાદીએ કરી હતી અરજી
તો જમીન વિવાદમાં આ ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે. જે જગ્યાએ જમીન છે તેમાં ફૂડ સ્ટોલ ઉભું કરીને તેના રૂપિયા ડીવાયએસપીને લેવા હતા તેવી વાત સામે આવી છે. તો ઉડતી સોપારી આ ડીવાયએસપીએ લીધી હતી, પરંતુ આ ફાયરિંગ થવા પાછળ એવી પણ વાત છે કે, કોર્પોરેશને ઓર્ડર કર્યો હતો કે આ જમીન પર કોઈ બાંધકામ કરવામાં આવશે નહી કે કોઈ પણ ફૂડ સ્ટોલ પણ લગાવવામાં આવશે નહી અને તે વાતને ધ્યાને રાખીને ડીવાયએસપી ગુસ્સે ભરાયા અને ત્યાં હાજર રહેલા લોકોની સામે ફાયરિંગ કર્યુ હતુ. તો ફરિયાદીએ અગાઉ પણ રાણીપ પોલીસ સ્ટેશનમાં આ નિવૃત ડીવાયએસપી સામે અરજી કરી હતી કે પોલીસ તેમને પ્રોટેકશન આપે કેમ કે આ નિવૃત ડીવાયએસપી ઘણીવાર ફરિયાદીને મારી નાખવાની ધમકી આપતો હતો તેવી વાત સૂત્રો તરફથી સામે આવી છે.
આર્મ્સ એકટ હેઠળ હથિયાર થશે કેન્સલ
તો મહત્વની વાત એ પણ સામે આવી છે કે આ સમગ્ર ઘટનામાં આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને સેટેલાઈટ પોલીસે હથિયાર કેન્સલ કરવા માટે પ્રોસેસ પણ કરી નાખી છે, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં હથિયાર નોંધાવવામાં આવ્યું હતુ અને સેટેલાઈટ પોલીસે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનને પણ જાણ કરી છે અને હથિયારનું લાયસન્સ ટૂંક સમયમાં રદ થઈ જશે, મહત્વની વાત તો એ છે કે હથિયાર કેન્સલ કરવા માટે પોલીસ કમિશનરને પણ રીપોર્ટ કરવામાં આવ્યો છે.
Ahmedabad Breaking News : જાણો શું હતો સમગ્ર કેસ
અમદાવાદના નહેરૂનગરમાં ફાયરિંગ કરનાર નિવૃત્ત DySPની ધરપકડ કરાઈ છે. નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણની થઈ ધરપકડ અને પુત્ર સિદ્ધરાજ અને પુત્રીની પણ ધરપકડ થઈ છે. ફાયરિંગ કરતા હતા તે સમયે પુત્ર અને પુત્રી પણ ત્યાં હાજર હતા અને પોલીસ સાથે રકઝક પણ કરી હતી તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જમીન વિવાદમાં ગઈકાલે સાંજે થયું હતું ફાયરિંગ અને સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી તપાસ આદરી છે.
એએમસીએ મંજૂરી ના હોવાથી સ્ટોલ બંધ કરવા કહ્યું હતું
સામે પક્ષે હિતેશ ભાઈએ કોર્પોરેશનની મંજૂરી ના હોવાથી ભાડુ આપવાનું બંધ કર્યુ હતુ. કોર્પોરેશનમાં મંજૂરી છે કે કેમ તે બાબતે નિવૃત ડીવાયએસપીને ફરિયાદીએ પૂછ્યું હતું. અને પરમિશન વગર સ્ટોલ કર્યા હતા, આરોપી કોઈ આધાર પુરાવા નહતા તેથી જગ્યા ખાલી કરવા કહ્યું હતું.
આ પણ વાંચો : Headline 12 PM : વાંચો સવારના 7 થી બપોરના 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક કિલક પર


