Ahmedabad Cat Registration : AMCનો નવો નિર્ણય, પાલતું બિલાડીનું રજિસ્ટ્રેશન ફરજિયાત બન્યું
Ahmedabad Cat Registration : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પાલતુ પ્રાણીઓ રાખતા નાગરિકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી માત્ર શ્વાન (પેટ ડોગ) માટે રજિસ્ટ્રેશન ફરજિયાત હતું, પરંતુ હવે AMCના CNCD વિભાગે નવી નોટિસ જાહેર કરીને પાલતુ બિલાડીઓ (પેટ કેટ) માટે પણ રજિસ્ટ્રેશન ફરજિયાત કરી દીધું છે.
Advertisement
Ahmedabad Cat Registration : આ નિર્ણય કેન્દ્ર સરકારના ABC (Animal Birth Control) નિયમ-2023 અને NAPRE-2030 અંતર્ગત લેવામાં આવ્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં પાલતુ પ્રાણીઓની ગણતરી અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.

