Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: ક્રાઇમ બ્રાંચની મોટી કાર્યવાહી, બોગસ કંપની બનાવી નાણાકીય કૌભાંડ આચરતી ગેંગ ઝડપાઈ

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે શહેરના નરોડા વિસ્તારમાંથી એક એવા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જેણે સુરક્ષા તંત્રને ચોંકાવી દીધું છે. સામાન્ય લોકોના દસ્તાવેજોનો ઉપયોગ કરીને બોગસ કંપનીઓ અને બેંક ખાતા ખોલીને કરોડો રૂપિયાની નાણાકીય હેરાફેરી કરવામાં આવતી હતી. આ ટોળકીના સૂત્રધાર કિરણ પરમાર અને તેના સાગરીતોએ કરેલી છેતરપિંડીનો ભોગ અનેક લોકો બન્યા છે.
ahmedabad  ક્રાઇમ બ્રાંચની મોટી કાર્યવાહી  બોગસ કંપની બનાવી નાણાકીય કૌભાંડ આચરતી ગેંગ ઝડપાઈ
Advertisement

Ahmedabad Crime Branch: અમદાવાદમાં નાણાકીય છેતરપિંડી આચરતા એક મોટા કૌભાંડનો ક્રાઇમ બ્રાંચ (Ahmedabad Crime Branch) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ટોળકી દ્વારા સામાન્ય લોકોના આધાર (Aadhaar Redacted) અને અન્ય ઓળખના દસ્તાવેજો મેળવીને તેમની જાણ બહાર બોગસ કંપનીઓ અને બેંક ખાતા ખોલવામાં આવતા હતા. આ કૌભાંડનો મુખ્ય હેતુ ગેરકાયદેસર રીતે મળેલા નાણાંને બેંકિંગ ચેનલ દ્વારા વ્હાઇટ કરવાનું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે કરી કાર્યવાહી

ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે નરોડા (Naroda) વિસ્તારમાં દરોડા પાડીને વિશાલ પટેલ (Vishal Patel) નામના એક આરોપીની ધરપકડ કરી છે. આ આખા કૌભાંડના સૂત્રધાર તરીકે કિરણ પરમાર ઉર્ફે લાલા (Kiran Parmar alias Lala) નું નામ સામે આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગના સભ્યો લોકો પાસેથી ID પ્રૂફ મેળવી, તેને આધાર બનાવી ખોટી ફર્મ રજીસ્ટર કરાવતા અને ઉદ્યમ સર્ટિફિકેટ (Udyam Certificate) મેળવી લેતા હતા. આ દસ્તાવેજોના આધારે તેઓ અલગ-અલગ બેંકોમાં ખાતા ખોલાવતા અને તે ખાતાનો ઉપયોગ મોટા પાયે ગેરકાયદેસર નાણાકીય વ્યવહાર કરવા માટે કરવામાં આવતો હતો.

Advertisement

Ahmedabad: મોટા પ્રમાણમાં નાણાંની હેરાફેરીની  શંકા

આ કેસમાં મોટા પ્રમાણમાં નાણાંની હેરાફેરી (Money Laundering) થઈ હોવાની શંકા છે. આ ટોળકી કઈ રીતે અને કોના ઈશારે આ કામ કરતી હતી, તેમજ અત્યાર સુધી કેટલા ખાતા ખોલવામાં આવ્યા છે તે અંગે ક્રાઇમ બ્રાંચ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. કિરણ પરમાર ઉર્ફે લાલા સહિતના તેના અન્ય સાગરીતો હાલ ફરાર છે, જેમને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે. ક્રાઇમ બ્રાંચ દ્વારા આ સમગ્ર કૌભાંડને લઈને ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવી છે. શહેરમાં આ પ્રકારના સાયબર-ફાઇનાન્શિયલ ફ્રોડના કિસ્સાઓ વધતા પોલીસ દ્વારા નાગરિકોને પણ પોતાના અંગત દસ્તાવેજો કોઈ અજાણી વ્યક્તિને ન આપવા માટે અપીલ કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: Myanmar Explosion : મ્યાનમારમાં વિસ્ફોટકોથી ભરેલી એક ઇમારતમાં પ્રચંડ વિસ્ફોટ થતા 46 લોકોના મોત

Tags :
Advertisement

.

×