Ahmedabad Crime Branch એ ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓની સામે "ઓપરેશન ડેલ્ટા હંટ" આ રીતે પાડયું પાર, વાંચો Inside Story
Ahmedabad Crime Branch : અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે. જેમાં 131 બાંગ્લાદેશીઓની અલગ-અલગ વિસ્તારમાંથી અટકાયત કરીને તેમને ક્રાઈમ બ્રાન્ચ લાવવામાં આવ્યા છે. જેમાં 291 લોકોની અટકાયત કરી હતી જેમાંથી 131 બાંગ્લાદેશીઓની પૂછપરછ પૂર્ણ કરાઈ છે. તો અન્ય 160 બાંગ્લાદેશીઓની હાલમાં પૂછપરછ ચાલુ છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ઓપરેશન ડેલ્ટાનો પોલીસને આપ્યો છે આદેશ
તો મહત્વની વાત એ છે કે, ઓપરેશન ડેલ્ટા સમગ્ર ગુજરાતમાં પોલીસ દ્વારા ગેરકાયદે વસવાટ કરતા લોકોને ઝડપી પાડવામાં આવશે અને આ ઓપરેશન લાંબુ ચાલશે તેવી વાત સામે આવી છે, મહત્વનું છે કે, ગુજરાતના અલગ-અલગ જિલ્લાની પોલીસ દ્વારા આ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. રાજકોટમાં પણ 30 બાંગ્લાદેશીઓ ગેરકાયદે રહેતા હોવાથી તેમને ઝડપી પાડવામાં આવ્યા છે.
Ahmedabad Crime Branch ના જોઈન્ટ પોલીસ કમિશનરે આપી માહિતી
સમગ્ર ઘટનામાં આ ઓપરેશનની વાત કરીએ તો ગઈકાલે રાત્રે 8 વાગે આ ઓપરેશનની શરૂઆત કરવામાં આવી હતી અને અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં પોલીસની ટીમ પહોંચી હતી. અમદાવાદ એસઓજી, ઈકોનોમિક ઓફેન્સ ઓફ ક્રાઈમ, ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ ઓપરેશન પાર પાડયું છે. તો પોલીસે 25 કરતા વધુ ટીમો બનાવી હતી અને આ ઓપરેશન પાર પાડયું છે, આગામી દિવસોમાં પણ આ ઓપરેશન યથાવત રહેશે અને ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને ગુજરાતભરમાંથી પોલીસ શોધીને તેમના દેશમાં ડિપોર્ટ કરશે.
View this post on Instagram
સમગ્ર ગુજરાતમાં ચાલશે ઓપરેશન ડેલ્ટા હંટ
અમદાવાદ પોલીસે નરોડા, દાણીલીમડા, વટવા, વટવા જીઆઈડીસી, જુહાપુરા વિસ્તારમાંથી બાંગ્લાદેશીઓને ઝડપી પાડયા છે. તો 300થી વધુ બાંગ્લાદેશીઓને ઝડપવામાં પોલીસને સફળતા મળી છે અને તેમાં 166 લોકો ગેરકાયદે અમદાવાદમાં વસવાટ કરતા હોવાની વાત છે, અન્ય લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે, બાળકો, મહિલાઓ અને પુરુષોને ઝડપી પાડવામાં આવ્યા છે.
હાલમાં 150 લોકોની પૂછપરછ પોલીસ કરી રહી છે
તો ઝડપાયેલા ગેરકાયદે બાંગ્લાદેશીઓમાં એવી પણ વાત સામે આવી છે કે તેઓ ખોટા ડોકયુમેન્ટનો ઉપયોગ કરી ગુજરાતમાં રહેણાંક પુરાવા પણ ઉભા કર્યા છે. અહીયા કમાયેલા રૂપિયા બાંગ્લાદેશમાં કેવી રીતે મોકલે છે અને કયાં એજન્ટો મારફતે આ લોકો ગુજરાતની બોર્ડરમાં પ્રવેશ કરે છે તેને લઈ તપાસ ચાલી રહી છે, અમદાવાદ પોલીસે અગાઉ 465 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કર્યા હતા. અગાઉ 465 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા છે.
160 થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓ અંગે પૂછપરછ ચાલુ
અટક કરાયેલ ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકોમાં મોટાભાગની મહિલા કે યુવતીઓનો સમાવેશ થાય છે. તો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ઝડપાયેલા પુરુષો છૂટક મજૂરી અને યુવતીઓ- મહિલાઓ દેહ વ્યાપારનાં ધંધામાં હતા. તો આગામી દિવસોમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપવાનો આંકડો વધે એવી શક્યતા છે. ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ પાસેથી બનાવટી ભારતીય નાગરિકતાનાં પુરાવા મળ્યા છે. અને ગેરકાયદેસર રહેતાં બાંગ્લાદેશી કલકત્તા આંગડિયા પેઢી મારફતે પૈસા મોકલ્યા હોવાની હકિકત સામે આવી છે. 300 થી વધુ રાઉન્ડ અપ કરેલા બાંગ્લાદેશીઓના દસ્તાવેજ તપાસવામાં આવી રહ્યા છે અને કેટલાક એજન્ટો પણ ધ્યાને આવ્યા છે, જેમની સામે કાર્યવાહી થશે.
આ પણ વાંચો : Gujarat Police ની ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ સર્જીકલ સ્ટ્રાઈક, ઠેરઠેર સર્ચ ઓપરેશન


