Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad : ધંધુકા અને બગોદરા પંથકમાં જળબંબાકાર યથાવત, વરસાદ થંભી ગયાના દિવસો પછી ખેડૂતોની મુશ્કેલી યથાવત

Ahmedabad : ગુજરાતમાં ચોમાસાની સીઝન દરમિયાન પડેલા ભારે વરસાદ બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો છે, તેમ છતાં અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મુશ્કેલીઓનો અંત આવ્યો નથી. અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકા અને બગોદરા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ ગંભીર જળભરાવની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે.
ahmedabad   ધંધુકા અને બગોદરા પંથકમાં જળબંબાકાર યથાવત  વરસાદ થંભી ગયાના દિવસો પછી ખેડૂતોની મુશ્કેલી યથાવત
Advertisement

Ahmedabad : વરસાદ બંધ થયાને કેટલાય દિવસો વીતી ગયા હોવા છતાં નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પરથી હજુ સુધી પાણી ઓસર્યા નથી, જેના કારણે સ્થાનિક નાગરિકો અને ખેડૂતોનું જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ ખેતીવાડી ક્ષેત્રે સર્જાઈ છે. ધંધુકા અને બગોદરા પંથકના ખેતરોમાં હજુ પણ ગોઠણસમા પાણી ભરાયેલા રહેવાના કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.

Tags :
Advertisement

.

×