Ahmedabad GST Scam: 128 કરોડનું બોગસ GST બિલિંગ કૌભાંડ ઝડપાયું, જામનગરથી પિતા-પુત્રની ધરપકડ
Ahmedabad GST Scam: ગુજરાત GST વિભાગે અમદાવાદ (Ahmedabad) માં 128 કરોડ રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ મામલે 2.8 કરોડની પ્રત્યક્ષ કરચોરી બદલ મંડોવારા ટ્રેડિંગ કંપનીના પિતા-પુત્રની જામનગરથી ધરપકડ કરાઈ છે. કૌભાંડના પગલે જામનગર, રાજકોટ, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, સુરત અને ભાવનગરમાં મોટા પાયે જપ્તીની કાર્યવાહી શરૂ કરાઈ છે.
Advertisement
Ahmedabad GST Scam: ગુજરાતમાં બોગસ બિલિંગ અને કરચોરી કરનારાઓ સામે સરકારી તંત્રે લાલ આંખ કરી છે. અમદાવાદ (Ahmedabad) માં ફરી એકવાર સ્ટેટ જીએસટી (State GST Department) વિભાગે મોટી સફળતા મેળવતા 128 કરોડ રૂપિયાનું વિશાળ બોગસ બિલિંગ કૌભાંડ (Fake Billing Scam) ઝડપી પાડ્યું છે.

