Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: GT VS RCB વચ્ચેની ફાઈનલ મેચનો ગાંડો ક્રેઝ, હોટલથી લઈને ફ્લાઈટ સુધીના ભાડામાં વધારો

વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં રમાનારી એક પ્રતિષ્ઠિત મેચે આખા દેશના ક્રિકેટ ચાહકોને ઘેલા કર્યા છે, પરંતુ આ ક્રેઝની આડમાં મુસાફરી અને રહેવાના ખર્ચે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. હવાઈ સફરથી લઈને લક્ઝુરિયસ સ્ટેઇંગ સુધી દરેક જગ્યાએ મોટો આર્થિક આંચકો લાગવા છતાં લોકો ગમે તે ભોગે ત્યાં પહોંચવા આતુર છે.
ahmedabad  gt vs rcb વચ્ચેની ફાઈનલ મેચનો ગાંડો ક્રેઝ  હોટલથી લઈને ફ્લાઈટ સુધીના ભાડામાં વધારો
Advertisement

અમદાવાદ (Ahmedabad) ના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે આવતીકાલે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની ભવ્ય ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે. આ હાઇ-વોલ્ટેજ ફાઇનલ મુકાબલો ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (Royal Challengers Bengaluru) વચ્ચે રમાશે. બંને ટીમો પોતાની બીજી આઈપીએલ ટ્રોફી (IPL Trophy) જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરવાની હોવાથી રમતપ્રેમીઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઓનલાઇન ટિકિટ બુકિંગ (Online Ticket Booking) કરાવનારા હજારો દર્શકો પોતાની ફિઝિકલ ટિકિટ લેવા માટે સ્ટેડિયમ પર ઉમટી પડ્યા છે, અને મેચ દરમિયાન વરસાદનું વિઘ્ન ન નડે તેવી પ્રાર્થનાઓ કરી રહ્યા છે.

Ahmedabad: હોટલના ભાડામાં વધારો થયો

આ મહામેચના ક્રેઝને કારણે અમદાવાદમાં પ્રવાસન અને હોસ્પિટાલિટી સેક્ટરમાં આર્થિક તેજીનો માહોલ છે. મંદીની સિઝન બાદ અચાનક આવેલી આ તેજીથી હોટલ માલિકો (Hotel Owners) બેહદ ખુશ છે. શહેરમાં હોટલના રૂમ ભાડામાં સામાન્ય દિવસો કરતા અંદાજે રૂ. 5,000 થી 7,000 નો તોતિંગ વધારો ઝીંકાયો છે. હાલમાં ફાઇવ સ્ટાર હોટલ (Five Star Hotel) માં એક રાત્રિનું ભાડું રૂ. 15,000 ને પાર પહોંચી ગયું છે, જ્યારે થ્રી સ્ટાર હોટલો (Three Star Hotels) પણ રૂ. 7,000 થી વધુ ચાર્જ વસૂલી રહી છે.

Advertisement

અમદાવાદ આવતી ફ્લાઇટ્સના ભાડામાં વધારો

બીજી તરફ, અમદાવાદ આવતી ફ્લાઇટ્સના હવાઈ ભાડામાં (Airfare Hike) પણ પ્રચંડ ભડકો થયો છે. રવિવારની રજા અને ફાઇનલ મેચના સંયુક્ત કારણોસર વિમાનના ભાડામાં 3 થી 4 ગણો વધારો નોંધાયો છે. દિલ્હીથી અમદાવાદનું ફ્લાઇટ ભાડું રૂ. 22,000, મુંબઈથી રૂ. 15,000 અને બેંગલુરુથી અમદાવાદનું ભાડું રૂ. 20,000 ને પાર થઈ ચૂક્યું છે.

Advertisement

અમદાવાદ અને મુંબઈ વચ્ચે ટ્રેન શરૂ કરી

ક્રિકેટ રસિકોની આ ભારે ભીડ અને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા અમદાવાદ અને મુંબઈ વચ્ચે 31 મે અને 1 જૂનના રોજ બે વિશેષ એસી સુપરફાસ્ટ ટ્રેનો (AC Superfast Special Trains) ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ સ્પેશિયલ ટ્રેનો વિશેષ ભાડા સાથે ઓપરેટ કરવામાં આવશે, જેથી આર્થિક ભારણ હોવા છતાં મુંબઈના દર્શકોને મોટી રાહત મળશે.

આ પણ વાંચો: Delhi Terror Attack Foiled: દિલ્હીમાં મોટો આતંકી હુમલો નિષ્ફળ, ISI સાથે કનેક્શન ધરાવતા 9 સંદિગ્ધ ઝડપાયા

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

Tags :
Advertisement

.

×