Ahmedabad : જીવરાજ પાર્કમાં ડબલ આફત, એકસાથે બે 'ટ્વિન્સ' ભૂવા પડતા વાહન વ્યવહાર ઠપ્પ
Ahmedabad : ચોમાસાની શરૂઆત થતાં જ અમદાવાદ શહેરમાં રસ્તાઓની પોલ ખૂલી ગઈ છે. નજીવા વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા બેસી જવાની અને મોટા ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરીને શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે, જ્યાં એકસાથે બે 'ટ્વિન્સ' ભૂવા પડતા વાહનચાલકો અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે.
Advertisement
Ahmedabad : વાસણા APMC તરફથી આવતા રસ્તા પર ક્રોસિંગ નજીક જમીન બેસી જવાથી મોટો ભૂવો પડ્યો હતો. આ ઘટનાના થોડા સમયમાં જ બીજી તરફ એટલે કે વેજલપુરથી જીવરાજ પાર્ક સોસાયટી તરફ જતા માર્ગ પર પણ રસ્તો બેસી જવાથી બીજો ભૂવો પડ્યો હતો.

