Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: ઓલિમ્પિક-કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ શરૂ, અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં હાઈ-લેવલ બેઠક

અમદાવાદને વૈશ્વિક રમતગમતના કેન્દ્ર તરીકે વિકસાવવાના પ્રયાસો તેજ થયા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં 2030ની કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિકની તૈયારીઓનો ચિતાર મેળવવામાં આવ્યો હતો. રમતગમત મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં લેવાયેલા આ નિર્ણયો બાદ અમદાવાદનું બદલાતું સ્વરૂપ અને સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી હવે નવા તબક્કે પહોંચશે
ahmedabad  ઓલિમ્પિક કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ શરૂ  અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં હાઈ લેવલ બેઠક
Advertisement

Ahmedabad News: અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષ 2030માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games) અને આગામી સમયમાં ઓલિમ્પિક (Olympics) જેવી વૈશ્વિક રમતગમતની સ્પર્ધાઓ માટેની તૈયારીઓની સમીક્ષા કરવાનો હતો. આ સાથે જ, આવનારા વર્ષોમાં યોજાનારી વિશ્વ પોલીસ અને ફાયર ગેમ્સ (World Police and Fire Games) ના આયોજન અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં મંત્રીઓ અને અધિકારીઓ રહ્યા હાજર

બેઠકમાં રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવીયા (Mansukh Mandaviya) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ જિલ્લા કલેક્ટર (Ahmedabad Collector), ગાંધીનગર કલેક્ટર (Gandhinagar Collector) અને ડીડીઓ (DDO) સહિતના વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓએ ભાગ લીધો હતો. બેઠક દરમિયાન અમિત શાહે વર્તમાન સમયમાં ચાલી રહેલી વિવિધ તૈયારીઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અંગેનો વિગતવાર રિપોર્ટ અધિકારીઓ પાસેથી માંગ્યો હતો. અમદાવાદને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ માટે તૈયાર કરવા માટે તમામ વિભાગોને સંકલન સાધીને કામગીરી ઝડપી બનાવવા સૂચના આપવામાં આવી છે.

Advertisement

Advertisement

Ahmedabad: ગૃહમંત્રીનો આગામી પડાવ

અમદાવાદ (Ahmedabad) ના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ (Amit Shah) આવતીકાલે એટલે કે 29મી મે 2026ના રોજ ગુજરાતના વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ એવા સરહદી જિલ્લા કચ્છ (Kutch) ના ભુજ (Bhuj) ની મુલાકાતે જવાના છે. ગૃહમંત્રીનો આ પ્રવાસ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા (National Security) ની દ્રષ્ટિએ અત્યંત મહત્વનો માનવામાં આવી રહ્યો છે. આ પ્રવાસ દરમિયાન તેઓ પાકિસ્તાન સરહદ (Pakistan Border) ને અડીને આવેલા વિસ્તારોની સુરક્ષા વ્યવસ્થાની પ્રત્યક્ષ સમીક્ષા કરશે અને સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજશે.

આ પણ વાંચો: લખનૌના ક્લબ બહાર સામાન્ય બબાલ!, ભાજપ યુવા મોર્ચાના સભ્યની હત્યાથી ફફડા

Tags :
Advertisement

.

×