No Cattle Zone: અમદાવાદમાં રખડતા ઢોર મુકનારાઓની હવે ખેર નથી! પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
No Cattle Zone: અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકે જાહેરમાં રખડતા ઢોરોના ન્યુસન્સને ડામવા કડક જાહેરનામું બહાર પાડ્યું છે. પશુઓ માટે 60 દિવસમાં RFID ચીપ અને રજીસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે. ઓલમ્પિક અને કોમનવેલ્થ 2030 ની તૈયારીના ભાગરૂપે રામોલ, વસ્ત્રાલ અને હાથીજણના વિસ્તારોને 'નો-કેટલ ઝોન' જાહેર કરાયા છે. ભંગ કરનાર સામે BNS કલમ-223 હેઠળ કાર્યવાહી થશે.
Advertisement
No Cattle Zone: અમદાવાદ (Ahmedabad) શહેરમાં જાહેરમાં રખડતા ઢોરોના કારણે સર્જાતા અકસ્માતો અટકાવવા અને નાગરિકોને સુરક્ષા આપવા માટે મોટો નિર્ણય લેવાયો છે. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર (Police Commissioner) જી.એસ.મલિક (G.S. Malik, I.P.S.) દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ 1951 (Gujarat Police Act 1951) ની કલમ 33(1)(બી)(સી)(ઇ) અન્વયે એક નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ આદેશ અનુસાર, શહેરમાં ટ્રાફિક અને જાનહાનિની સમસ્યા નિવારવા માટે કેટલાક વિસ્તારોને સંપૂર્ણપણે ‘કેટલ ફ્રી એરીયા’ (Cattle Free Area) જાહેર કરાયા છે.

