આ તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ ઝોન 7 ના DCP દ્વારા એક ખાસ 'ઓપરેશન ક્લીન સ્વીપ' હાથ ધરવામાં આવ્યું હતું, જેના પરિણામે 180 થી વધુ અસામાજિક તત્વો અને વોન્ટેડ આરોપીઓ પોલીસના સકંજામાં આવ્યા છે.
ઝોન 7 વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનના આરોપી
રથયાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારની અડચણ કે અઘટિત ઘટના ન બને તે માટે ઝોન 7 LCB અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે આ મોટી ડ્રાઈવ ચલાવવામાં આવી હતી.
આ ઓપરેશનમાં વેજલપુર, સરખેજ, સેટેલાઈટ, વાસણા, પાલડી, એલિસબ્રિજ અને બોડકદેવ જેવા મહત્વના વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા. પોલીસે અલગ-અલગ ટીમ બનાવીને ગુનેગારોના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં પ્રોહિબિશન (દારૂબંધીના ભંગ)ના કેસમાં સંડોવાયેલા, મોટર વ્હીકલ એક્ટ (MV Act) હેઠળ ગુના કરનારા અને લાંબા સમયથી ફરાર (વોન્ટેડ) હોય તેવા 180 થી વધુ આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે.
પોલીસની સઘન કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે
ઝોન 7 DCP ના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલ આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય રથયાત્રાના રૂટ પર સુરક્ષાનું વાતાવરણ ઊભું કરવાનો છે. પોલીસનું કહેવું છે કે, આ પ્રકારની કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.
જ્યારે શહેર એક મોટા ધાર્મિક મહોત્સવ માટે સજ્જ થઈ રહ્યું છે, ત્યારે પોલીસ દ્વારા લેવામાં આવેલા આ પગલાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવે છે. પોલીસ કમિશનરની સૂચના મુજબ, રથયાત્રા દરમિયાન કોઈપણ કચાસ ન રહે તે માટે તમામ પોલીસ સ્ટેશનોને સતર્ક રહેવા આદેશ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Bhavnagar : મહુવા માટે જીવાદોરી સમાન માલણ ડેમ ઓવરફલો, નીચાણવાળા વિસ્તારોને તંત્રએ કર્યા એલર્ટ