Ahmedabad Serial Blast Case ના ગુનેગારોને કોઈ માફી નહીં, પીડિતોને આખરે મળ્યો ન્યાય
Ahmedabad Serial Blast Case: વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. સ્પેશિયલ કોર્ટના આદેશને યથાવત રાખતા હાઈકોર્ટે 38 દોષિતોની ફાંસીની સજા અને 11 આરોપીઓની આજીવન કેદની સજાને બહાલ રાખી છે, જેનાથી પીડિતોને આખરે સંપૂર્ણ ન્યાય મળ્યો છે.
Advertisement
Ahmedabad Serial Blast Case: ગુજરાતના ન્યાયિક ઈતિહાસના સૌથી ચકચારી એવા અમદાવાદ (Ahmedabad) સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) દ્વારા આ મામલે સ્પેશિયલ કોર્ટ (Special Court) દ્વારા અગાઉ આપવામાં આવેલા ચુકાદાને સંપૂર્ણપણે યથાવત રાખવામાં આવ્યો છે. હાઈકોર્ટે બ્લાસ્ટના ગુનેગારોની અપીલને ફગાવી દઈને નીચલી અદાલતના કડક આદેશને બહાલ રાખ્યો છે.

