Amreli: ખાંભામાં પ્રેમસંબંધના ખારમાં યુવકની કરપીણ હત્યા, મુખ્ય આરોપી મયુર વરૂ સામે ફરિયાદ
અમરેલીના ખાંભામાં સર્જાયેલી લોહિયાળ ઘટનાએ સમગ્ર જિલ્લાને હચમચાવી દીધો છે. એક યુવક પર ટાંપ મારીને કરવામાં આવેલો આ હુમલો માત્ર હત્યા નથી, પરંતુ અંગત અદાવતની પરાકાષ્ઠા છે. બાઈક સવાર યુવકને કારની ટક્કર મારી તીક્ષ્ણ હથિયારોથી મોતને ઘાટ ઉતારનાર આરોપીઓ હવે પોલીસની પકડથી દૂર છે.
Advertisement
Amreli Murder Case: અમરેલી (Amreli) જિલ્લાના ખાંભા તાલુકામાં ઈંગોરાળાથી નાની ધારી વચ્ચેના સીમ વિસ્તારમાં એક યુવકની બર્બર હત્યાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. મૃતક યુવક જયરાજ ઉર્ફે લાલા ધાખડા (Jayraj alias Lala Dhakhada) પોતાના બાઈક પર જઈ રહ્યો હતો, તે દરમિયાન અગાઉથી ટાંપ મારીને બેઠેલા હુમલાખોરોએ તેની પાછળ કાર વડે ટક્કર મારી તેને રસ્તા પર પછાડી દીધો હતો.

