Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Amreli Breaking News : બેબીસીયા વાયરસથી 5 સિંહના મોત, જસાધાર રેન્જ અને ગીર ગઢડા બોર્ડર પર તંત્ર એલર્ટ

Amreli Breaking News : અમરેલી (Amreli) જિલ્લાના જંગલ વિસ્તારમાં ફરી એકવાર સિંહોના મોતથી વનવિભાગમાં ખળભળાટ મચી ગયો છે. તાજેતરમાં 3 સિંહ બાળ (Lion Cubs) સહિત કુલ 5 સિંહોના ભેદી સંજોગોમાં મોત થતાં ગીરના જંગલોમાં ગમગીની છવાઈ ગઈ છે. પ્રાથમિક તપાસમાં આ મોત પાછળ 'બેબીસીયા' (Babesia Virus) રોગચાળો જવાબદાર હોવાનું સામે આવ્યું છે.
amreli breaking news   બેબીસીયા વાયરસથી 5 સિંહના મોત  જસાધાર રેન્જ અને ગીર ગઢડા બોર્ડર પર તંત્ર એલર્ટ
Advertisement
  • Amreli Breaking News :  અમરેલીના જંગલમાં 5 સિંહના મોતથી ખળભળાટ
  • બેબીસીયા વાયરસથી મોત થયાની આશંકા
  • 3 સિંહ બાળ સહિત કુલ 5 સિંહના મોતથી હાહાકાર
  • જસાધાર રેન્જ અને ગીર ગઢડા બોર્ડર પર તંત્ર એલર્ટ
  • 8 વર્ષ પહેલા 23 સિંહના જીવ લીધા હતા આ વાયરસે
  • અમેરિકાથી વેક્સિન મંગાવવી પડી હતી, હવે વન વિભાગ ફરી સતર્ક!

Amreli Breaking News : અમરેલી (Amreli) જિલ્લાના જંગલ વિસ્તારમાં ફરી એકવાર સિંહોના મોતથી વનવિભાગમાં ખળભળાટ મચી ગયો છે. તાજેતરમાં 3 સિંહ બાળ (Lion Cubs) સહિત કુલ 5 સિંહોના ભેદી સંજોગોમાં મોત થતાં ગીરના જંગલોમાં ગમગીની છવાઈ ગઈ છે. પ્રાથમિક તપાસમાં આ મોત પાછળ 'બેબીસીયા' (Babesia Virus) રોગચાળો જવાબદાર હોવાનું સામે આવ્યું છે.

Amreli Breaking News : જસાધાર રેન્જમાં હડકંપ

ગીર ગઢડા બોર્ડર પર આવેલ જસાધાર રેન્જ (Jasadhar Range) માં એક જ દિવસમાં બે સિંહોના મોત થતા વન વિભાગની ટીમ દોડતી થઈ ગઈ છે. ગીરના જંગલોમાં સિંહોનું કુદરતી નિવાસસ્થાન માનવામાં આવે છે, પરંતુ આ રોગચાળાએ વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા વધારી દીધી છે. નોંધનીય છે કે, તાજેતરની વસ્તી ગણતરી (Lion Census) મુજબ સૌથી વધુ સિંહો અમરેલી જિલ્લાના વિસ્તારમાં નોંધાયા છે, જેને કારણે અહીં તંત્ર વધુ સતર્ક બન્યું છે.

Advertisement

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

8 વર્ષ જૂનો વાયરસ ફરી સક્રિય

લગભગ 8 વર્ષ પૂર્વે આ જ બેબીસીયા રોગચાળાએ ગીરના જંગલમાં હાહાકાર મચાવ્યો હતો, જેમાં 23 જેટલા સિંહોએ જીવ ગુમાવ્યા હતા. 2018 માં આ રોગચાળાને નિયંત્રિત કરવા માટે અમેરિકા (USA) થી ખાસ વેક્સિન (Vaccine) મંગાવવાની ફરજ પડી હતી. હવે ફરી એકવાર આ વાયરસના લક્ષણો દેખાતા વન વિભાગ (Forest Department) એલર્ટ મોડ પર આવી ગયું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન મોનિટરિંગ હાથ ધરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Surendranagar News : ચોટીલામાં ગેરકાયદેસર કોલસા પ્રવૃત્તિઓ સામે તંત્રની કાર્યવાહી

Tags :
Advertisement

.

×