અને રાત્રે લગભગ 2 વાગ્યા સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ યુવકને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉનાનો રહેવાસી મન્સૂરી રિજવાનભાઈ રફીકભાઈ (ઉ.વ. 21) પાણીની વચ્ચે ફસાઈ ગયો હતો.
5 કલાક સુધી પાણીમાં ફસાયેલા યુવકનું રેસ્ક્યુ ઓપરેશન સફળ
અમરેલીના સાવરકુંડલાના જુના સાવર ગામે 5 કલાક સુધી પાણીમાં ફસાયેલા યુવકનું સફળ રેસ્ક્યું ઓપરેશન કરવામાં આવ્યું છે. અંતે યુવકને સહી-સલામત રીતે પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
ઉનાથી જામનગર તરફ એક કારને ક્રેન દ્વારા ટોઇંગ કરીને લઈ જવામાં આવી રહી હતી. તે દરમિયાન સાવરકુંડલાના જુના સાવર ગામ નજીક પાણીના ભારે પ્રવાહમાં કાર અને ક્રેન બંને તણાઈ ગયા હતા, જેના કારણે યુવક પાણીની વચ્ચે ફસાઈ ગયો હતો.
યુવકને સહી-સલામત રીતે પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો
રાત્રિનો સમય અને પાણીનો વધતો પ્રવાહ રેસ્ક્યુ ટીમ માટે સૌથી મોટો પડકાર હતો. અંધારી રાત્રે જીવના જોખમે આયોજનબદ્ધ રીતે કરવામાં આવેલા આ અભિયાનમાં ટીમે અદભૂત સાહસ દાખવ્યું હતું.
આખરે રાત્રે લગભગ 2 વાગ્યાના સુમારે, ભારે જહેમત અને કુશળતાના ઉપયોગ દ્વારા યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. યુવકને સલામત જોઈને ત્યાં હાજર તમામ લોકોએ હાશકારો અનુભવ્યો હતો. તો યુવકે પણ તંત્રનો અને ફાયર વિભાગનો આભાર માન્યો હતો.
આ પણ વાંચો : Gujarat Weather : ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, રાજુલામાં આભ ફાટ્યું, 11 ઈંચ વરસાદથી જળબંબાકાર