Gandhinagar : દહેગામ-નરોડા હાઇવે પર આવેલ રાયપુર કેનાલ બ્રિજ પરની પેરાપીટનો મોટો હિસ્સો ધરાશાયી
Gandhinagar અને અમદાવાદને જોડતા અત્યંત વ્યસ્ત અને મહત્વના એવા દહેગામ-નરોડા રોડ પરથી સરકારી કામકાજમાં થતા લોલંલોલ અને ભ્રષ્ટાચારનો એક મોટો નમૂનો સામે આવ્યો છે. અહી આવેલી રાયપુર નર્મદા કેનાલ બ્રિજ પરની સાઇડની પેરાપેટ (પુલની રક્ષણાત્મક દીવાલ) નો એક મોટો હિસ્સો અચાનક ધરાશાયી થઈ ગયો છે.
Advertisement
Gandhinagar : ચોંકાવનારી બાબત એ છે કે આ બ્રિજનું લાખો રૂપિયાના ખર્ચે હજુ થોડા સમય પહેલા જ નવીનીકરણ અને સમારકામ કરવામાં આવ્યું હતું. રિપેરિંગ કામ પૂર્ણ થયાના માત્ર 111 દિવસની અંદર જ પુલનો આટલો મોટો હિસ્સો તૂટી પડતા કોન્ટ્રાક્ટર અને સરકારી બાબુઓની મિલીભગત તેમજ મોટા ભ્રષ્ટાચારની આશંકા સેવાઈ રહી છે.

