Atiq Ahmed Son Death : અતીક અહેમદના પરિવાર પર વધુ એક વજ્રાઘાત! માફિયા ડોનના નાના દીકરાનું માર્ગ અકસ્માતમાં કરૂણ મોત
Atiq Ahmed Son Death : ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાં થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં માફિયા ડોન અતીક અહેમદના નાના દીકરા અબાન અહેમદનું મોત થયું છે. આ દુર્ઘટનામાં કુલ ત્રણ લોકોના જીવ ગયા છે અને ત્રણ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે. પરિવાર ઝાંસી જેલમાં બંધ અલી અહેમદને મળવા જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.
Advertisement
Atiq Ahmed Son Death : માફિયા ડોન અતીક અહેમદ (Atiq Ahmed)ના નાના દીકરા અબાન અહેમદ (Aban Ahmed)નું માર્ગ અકસ્માત (Road Accident)માં મોત થયું છે. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના ઝાંસી (Jhansi) જિલ્લાના પૂંછ પોલીસ સ્ટેશન (Poonch Police Station) વિસ્તાર હેઠળ આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં અબાન સહિત કુલ 3 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. તમામ લોકો પ્રયાગરાજ (Prayagraj)થી ઝાંસી જેલ (Jhansi Jail)માં બંધ અલી અહેમદ (Ali Ahmed)ને મળવા જઈ રહ્યા હતા.

