Badrinath Donation Controversy : શ્રી બદ્રીનાથ ધામમાં પ્રસાદ-દાનની ચોરીનો કેસ, પોલીસની તપાસ તેજ, માસ્ટરમાઇન્ડ નૌટિયાલ ઝડપાયો
Badrinath Donation Controversy : ઉત્તરાખંડના વિશ્વ પ્રસિદ્ધ બદ્રીનાથ ધામમાં દાન અને પ્રસાદની ચોરીના કથિત કૌભાંડમાં પોલીસને મોટી સફળતા મળી છે. મંદિર સમિતિના કર્મચારી પ્રમોદ નૌટિયાલની ધરપકડ સાથે આ મામલે તપાસે વેગ પકડ્યો છે. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ના સસ્પેન્ડ કરાયેલા આ કર્મચારી પર દાન અને પ્રસાદના સંચાલનમાં ગેરરીતિ આચરવાનો ગંભીર આરોપ છે.
Advertisement
Badrinath Donation Controversy : થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર બદ્રીનાથ મંદિરમાં દાન પેટી અને પ્રસાદની ગણતરીમાં અનિયમિતતા થતી હોવાના વીડિયો અને અહેવાલો વાયરલ થયા હતા.

