Bakri Eid Holiday Gujarat: ગુજરાતમાં બકરી ઇદની રજામાં બદલાવ, 27 મેના બદલે 28 મેના રોજ રહેશે જાહેર રજા
- ગુજરાતમાં બકરી ઇદની જાહેર રજામાં મોટો ફેરફાર!
- રાજ્ય સરકાર દ્વારા રજાની તારીખમાં ફેરફારની સત્તાવાર જાહેરાત
- હવે 27 મેના બદલે 28 મેના રોજ રહેશે બકરી ઇદની જાહેર રજા
- રાજ્યના તમામ સરકારી કર્મચારીઓને આ નિર્ણય લાગુ પડશે
- સરકારી કેલેન્ડરમાં કરવામાં આવ્યો જરૂરી સુધારો
Bakri Eid Holiday Gujarat: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બકરી ઇદ [Bakri Eid] ના તહેવાર નિમિત્તે આપવામાં આવતી જાહેર રજામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ સરકાર દ્વારા 27 મે, 2026 ના રોજ બકરી ઇદની રજા જાહેર કરવામાં આવી હતી, પરંતુ હવે તેમાં ફેરફાર કરીને નવી તારીખ જાહેર કરવામાં આવી છે.
Bakri Eid Holiday Change: રાજ્યમાં બકરી ઇદની રજામાં કરાયો ફેરફાર
28મી મેએ બકરી ઇદની જાહેર રજા ગણાશે
અગાઉ 27 મેએ જાહેર કરાઇ હતી રજા
રાજ્ય સરકારના કર્મચારીઓને પડશે લાગુ#BakriEid #EidHoliday #GujaratGovernment #PublicHoliday #GujaratNews #BreakingNews #Eid2026 #GovernmentEmployees… pic.twitter.com/qGNLAsPlBX— Gujarat First (@GujaratFirst) May 22, 2026
Bakri Eid ની જાહેર રજા 28 મે એ રહેશે
સરકારી પરિપત્ર મુજબ, હવે રાજ્યમાં બકરી ઇદની જાહેર રજા 28 મે, 2026 ના રોજ ગણવામાં આવશે. આ ફેરફારનો નિર્ણય રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ, કચેરીઓ અને જાહેર ક્ષેત્રના એકમોને લાગુ પડશે. તહેવારની ઉજવણીને ધ્યાનમાં રાખીને સરકારે આ વહીવટી નિર્ણય લીધો છે. જે કર્મચારીઓ અથવા નાગરિકોએ 27 મેની રજાને ધ્યાનમાં રાખીને કોઈ આયોજન કર્યું હોય, તેમને હવે આ સુધારેલી તારીખ મુજબ પોતાની તૈયારીઓ કરવા સૂચના આપવામાં આવી છે. આ ફેરફાર અંગેના અધિકૃત આદેશો તમામ જિલ્લા કલેક્ટર અને સરકારી વિભાગોને મોકલી આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Thailand જવું હવે મુશ્કેલ! VISA વિના નહીં મળે પ્રવેશ


