Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Banas Dairy Milk Price Hike: બનાસ ડેરીનો મોટો નિર્ણય, દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 15નો વધારો

પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા લાખો પરિવારો માટે બનાસ ડેરી દ્વારા આજે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. પશુ આહારના વધતા જતાં ખર્ચ સામે ઝઝૂમી રહેલા પશુપાલકો માટે દૂધના ખરીદ ભાવમાં કરાયેલો આ વધારો એક મજબૂત આર્થિ આધાર બની રહેશે. પ્રતિ કિલો ફેટમાં થયેલો આ રૂ. 15નો વધારો પશુપાલકોની આવકમાં કેટલો મોટો તફાવત લાવશે?
banas dairy milk price hike  બનાસ ડેરીનો મોટો નિર્ણય  દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ  15નો વધારો
Advertisement

Banas Dairy Milk Price Hike: બનાસકાંઠાના પશુપાલકો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. પશુ આહારના વધતા જતાં ભાવો (Rising Cattle Feed Prices) અને મોંઘવારીના સમયમાં પશુપાલકોને આર્થિક ટેકો આપવા માટે બનાસ ડેરી (Banas Dairy) દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં સીધો રૂ. 15નો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે.

Advertisement

Milk Price Hike: લાખો પશુપાલકોને લાભ

આ નિર્ણય બાદ હવે પશુપાલકોને પ્રતિ કિલો ફેટ (Per Kg Fat) દીઠ રૂ. 860 નો ભાવ મળશે. બનાસ ડેરીના આ પગલાથી જિલ્લાના લાખો પશુપાલકોને મોટો આર્થિક લાભ થશે. હાલમાં પશુ આહાર મોંઘો થવાને કારણે પશુપાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા, ત્યારે ડેરીના આ નિર્ણયથી તેમને ઘણી રાહત મળી છે. દૂધ ઉત્પાદકોમાં પણ આ નિર્ણયને લઈને આનંદની લાગણી જોવા મળી રહી છે. બનાસ ડેરી હંમેશા પોતાના પશુપાલકોના હિતમાં નિર્ણયો લેવા માટે જાણીતી છે, અને આ વધારો તેમના ઉત્સાહમાં વધારો કરશે.

Advertisement

આ પણ વાંચો: Panchmahal: લગ્ન પ્રસંગમાં લોહીયાળ જંગ, ભાઈઓએ જ લીધો ભાઈનો જીવ!

Tags :
Advertisement

.

×